ડીડી-ન્યુઝના લોગાનો કલર બદલતા વિપક્ષોનો વિરોધ: હવે રાષ્ટ્રીય ચેનલનું પણ ભગવાકરણ

India, Politics | 20 April, 2024 | 03:10 PM
હાલના ચેરી-રેડના સ્થાને હવે લોગો નવા રંગમાં દેખાશે: પંચલાઈન પણ ‘ભરોસા સચ-કા’ લખાઈ
સાંજ સમાચાર

નવી દિલ્હી: 
દેશની રાષ્ટ્રીય ચેનલ ‘દુરદર્શન’ ન્યુઝનો લોગો હવે વિવાદમાં ફસાયો છે. અત્યાર સુધી આ ટેલીવીઝન ચેનલનો લોગો જેમાં ડીડી ન્યુઝ લખાયેલું હોય છે તે રૂબી-રેડ-લાલ રંગનો હતો તે અચાનક જ ભગવા કલરનો થઈ જતા વિપક્ષોએ હવે આ રાષ્ટ્રીય ચેનલનું પણ ભગવાકરણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ મુકયો હતો.

જો કે ડીડીએ આ મુદે વિરોધને ઠંડા કલેજે નકારતા નવો રંગ એ ધ્યાનાકર્ષ હોવાનું જણાવ્યું હતું પણ વિપક્ષોને હવે તમો પણ લોકસભા ચૂંટણી સમયે જ શા માટે લોકોના રંગમાં ફેરફાર તે પ્રશ્ન ઉઠાવ્યો છે.

ડીડીએ ગુરુવારે તેના આ નવા લોગો સાથે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ‘એકસ’ પર વિડીયો અપલોડ કર્યા હતા જેમાં એવો સંદેશ આપ્યો કે અમારા મુલ્યો યથાવત છે પણ અમો હવે નવા ‘અવતાર’ (દેખાવ)માં રજુ થશું નવા પ્રવાસ માટે તૈયાર રહો તમો ભૂતકાળમાં કદી ન અનુભવ્યું હોય તેવું એકદમ નવુ ડીડી ન્યુઝ માટે તૈયાર રહો.

ડીડીએ તેના સમાચારમાં ઝડપ કરતા ચોકકસતાને મહત્વ આપે છે તેવું જણાવ્યું હતું અને દાવા કરતા સત્યની સાથે તે દર્શાવ્યું હતું અને સનસનાટી નહી પણ સત્ય જ હશે તેવું જણાવતા ઉમેર્યુ કે કારણ કે આ ડીડી ન્યુઝ છે. ભરોસો-સચકા... તેવી પંચલાઈન પણ મુકી છે. 

આ અંગે એક સમયે પ્રસાર ભારતીના સીઈઓ રહી ચૂકેલા અને હાલ તૃણમુલ કોંગ્રેસના રાજયસભાના સભ્ય જવાહર સિર્કર એ જણાવ્યું કે ડીડી લાંબા સમયથી હું નિહાળી રહ્યો છું. ડીડીનું ભગવાકરણ થઈ રહ્યું છે તે અગાઉ જેવું પ્રસાર ભારતી નથી પણ તે પ્રચાર ભારતી બની ગયુ છે. 

આ રાષ્ટ્રીય ચેનલનો ફકત લોગો જ બદલ્યો નથી પણ બધું બદલાઈ ગયું છે. જેમાં શાસક પક્ષને સૌથી વધુ સમય મળે છે અને વિપક્ષોને હવે ભાગ્યે જ કોઈ સ્થાન મળે છે. જો કે પ્રચાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વીવેદી છે. નવા લોગોનો ભગવા રંગ ધ્યાનાકર્ષ ગણાવ્યો હતો. એકદમ તેજસ્વી રંગથી ચેનલનું બ્રાન્ડીંગ વધુ સારૂ થશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj