ચડત ભરણ પોષણ કોર્ટમાં ન ભરતા પતિને 110 દિવસની સજાનો હુકમ

Crime | Rajkot | 21 May, 2024 | 03:18 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.20
શહેરમાં રહેતા પરિણીતા રીટાબેન અજીતભાઈ ઠાકોરે તેમના પતિ અજીતભાઈ રણછોડભાઈ ઠાકોર (રહે. શિહોર, તા. વિરમગામ) વિરૂધ્ધ રાજકોટ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી દાખલ કરેલ. જેમાં માસિક રૂ.6000નું ચુકવવાનો હુકમ થયેલ. જોકે, પતિએ આ રકમ ન ચુકવતા અરજદારે કિ. પ્રો. કોડની કલમ - 125 (3) અન્વયે અરજી દાખલ કરેલ અને ચડત રકમ રૂ. 47000ની રકમ માંગેલ હતી.

જે રકમ પતિએ કોર્ટમાં ન ભરતા અરજી ચાલી જતા અરજદાર પરિણીતા વતી રોકાયેલા વકીલે કરેલી દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ રાજકોટ ફેમિલી કોર્ટના ન્યાયાધીશે પોતાની પત્નીને ભરણ પોષણની રકમ ન ચુકવનાર પતિ અજીતભાઈ રણછોડભાઈ ઠાકોરને 110 દિવસની સજા કરી જેલ હવાલે કરવા હુકમ કરેલ હતો. આ કેસમાં અરજદાર પરિણીતા વતી એડવોકેટ અજય કે. જોબનપુત્રા તથા કિશન રાજાણી રોકાયેલા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj