કોઠારીયા ગામનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવતા તેના છુટા કરાયેલ 23 કર્મચારીઓને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સળંગ નોકરીમાં લેવા હુકમ

Local | Rajkot | 18 May, 2024 | 04:34 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.18
 ગુજરાત સરકારના જાહેરનામાથી કોઠારીયા ગ્રામ પંચાયતનો રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવેલ હતો. જયારે કોઠારીયા ગ્રામ પંચાયતના કર્મચારીઓને રાજકોટ મ્યુ. કોર્પોરેશને તેનામાં કાયમી સમાવેશ કરવા જોઈએ પરંતુ રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ભગવાનજીભાઈ સિંધવ, વિશાલભાઈ જોશી, પ્રતિક ડાંગર, રાજેન્દ્ર રાણા, પુષ્પાબેન, બાબુભાઈ ટાંક, જયેશગીરી ગોસ્વામી, ઈન્દ્રવિજયસિંહ ઝાલા, નિલેષભાઈ સિંધવ, વાઘાભાઈ મીર, પ્રધ્યુમનસિંહ ઝાલા, કનકસિંહ મહીડા, સાગર સિંધવ, વિનુભાઈ ગોહીલ, ભોપાભાઈ જોગરાણા, વિરમદેવસિંહ ઝાલા, લતીફ ટાંક, લક્ષ્મણ ઉર્ફે દિનેશ જાદવ, કનુબેન ગોલતર, બાબુભાઈ ટાંક, કવાભાઈ મીર, કિર્તીવિજય સિંધવ, રામજીભાઈ સિંધવ આ કર્મચારીઓને મ્યુ. કોર્પોરેશનમાં સમાવેશ કરીને તેમની નોકરીના વર્ષો મુજબ નોટીસ પગાર, બેકારી વળતર, ગ્રેજયુટી વગેરેની રકમ આપી છુટા કરાયા હતા. 

જેથી આ કર્મચારીઓએ રાજકોટના સિનીયર એડવોકેટ જી.આર. ઠાકરનો સંપર્ક કરતા આ કર્મચારીઓનો તેમને સળંગ નોકરીમાં પુન:સ્થાપિત કરવા અંગેના કેસો દાખલ કરેલ હતા.

જે કેસોમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા એવો બચાવ લેવામાં આવેલ કે, માલીકી ટ્રાન્સફરના સંજોગોમાં છુટા કરેલ કામદારોને નોકરીમાં પુન:સ્થાપિત કરી શકાય નહીં તેમજ આ કેસમાં કામદારો તરફે રજુ કરાયેલ તથા મૌખિક પુરાવાઓને તથા જુબાનીઓને ધ્યાને લઈ કામદારો તરફેના એડવોકેટ જી.આર. ઠાકરની કાનુની દલીલોને તથા રજુ કરવામાં આવેલ વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મજુર અદાલત, રાજકોટનાએ કામદારોને સળંગ નોકરીમાં પડેલા રોજના જુદા જુદા ટકાઓ ચુકવી પુન:સ્થાપિત કરવાનો તથા ચાલુ કેસ દરમ્યાન વય મર્યાદા વટાવી ચુકેલ કર્મચારીઓને નિવૃતીના લાભો તથા ચાલુ કેસ દરમ્યાન અવસાન પામેલ કામદારના વારસદારોને અવસાનની તારીખ સુધીના આનુષાંગીક લાભો આપવા મહત્વનો ચુકાદો આપેલ છ.  આ કામમાં કામદારો વતી રાજકોટના સિનીયર એડવોકેટ જી.આર. ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર, મિલનભાઈ દુધાત્રા તથા કૃપાલ ઠાકર રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj