રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં ઈસરોનાં સોલાર સિસ્ટમ ઓનલાઈન કોર્સનું આયોજન

Local | Rajkot | 12 April, 2024 | 03:31 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.12
ભારત સરકારના ઇસરો દ્વારા અવકાશવિજ્ઞાનમાં ખાસ રુચિ ધરાવતા લોકો માટે આપણા સુર્યમંડળ વિશે માહિતી આપતા  એક્સપ્લોરેશન ઓફ સોલાર સિસ્ટમ નામના ઓનલાઈન કોર્ષની શરૂઆત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર કચેરીને મુખ્ય નોડલ સંસ્થા અને આ કચેરી હેઠળ કાર્યરત રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટને પેટા નોડલ સેન્ટર તરીકે નીમવામાં આવેલ છે.

આ ઓનલાઈન કોર્ષમાં ભાગ લેવા માટે નિયત લીંક https://elearning.iirs.gov.in/edusatregistration/student  ઉપર તા. 19 એપ્રિલ, 2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. આ કાર્યક્રમ તા. 24 એપ્રિલ 2024 થી તા. 10 મે, 2024 સુધી યોજાશે. જેનો સમય બપોરે 3.00 કલાકથી સાંજના 5.30 કલાકનો રહેશે. આ કોર્ષમાં ઇસરોના વિવિધ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા અંતરીક્ષ અને સુર્યમંડળ વિશે આશરે 20 જેટલા ઓનલાઈન લેક્ચર દ્વારા માહિતી આપવામાં આવનાર છે.

આ કોર્ષમાં ભાગ લેવા ત્રણ કેટેગરી નિયત કરવામાં આવી છે. જેમાં પ્રથમ કેટેગરીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કોર્ષ (ફીઝીક્સ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ, મીકેનીકલ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનીક્સ એપ્લાઈડ મીકેનીક્સ, રેડિયો ફીઝીક્સ અને અન્ય સંબંધિત વિષયો વગેરે.) માં માસ્ટર ડીગ્રીમાં અભ્યાસ કરતા તેમજ આ વિષયોના ગ્રેજ્યુએશનમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કોઈપણ કોલેજ પોતાને ત્યાં ચાલતા આગળ જણાવેલ કોર્ષના વિદ્યાર્થીઓને આ ઓનલાઈન કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ કોર્ષમાં ભાગ લીધેલ તમામ ઉમેદવારો, શૈક્ષણિક સંસ્થાઓ અને તેના કો-ઓર્ડીનેટર ઓને ઇસરો તરફથી પાર્ટીસીપેશન સર્ટીફીકેટ મળશે તેમજ આ કોર્ષની પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇસરો તરફથી મેરીટ સર્ટીફિકેટ પણ મળશે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ ખાતે પણ આ કોર્ષના ઓનલાઈન સેશનની વ્યવસ્થા કરવામાં આવશે જે નિ:શુલ્ક રહેશે. આ કોર્ષમાં રજીસ્ટ્રેશન માટે તેમજ અન્ય જરૂરી માહિતી માટે સંસ્થાના ટેલીફોન નં. 0281-2992025 અથવા મો. 90335 82008 ઉપર સંપર્ક કરી શકાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj