જૂનમાં અમારી સરકારની ત્રીજી ટર્મ શરૂ થશે: લોકસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદીનો આત્મવિશ્વાસ

India, Politics, Lok Sabha Election 2024 | 27 February, 2024 | 05:44 PM
જે ઝડપથી દેશનો વિકાસ થઈ રહ્યો છે તે જોઈને લોકો આશ્ર્ચર્યચકિત છે: વડાપ્રધાન: મોદીના વિજય રથને વિપક્ષો રોકશે કે કેમ તે સમય કહેશે
સાંજ સમાચાર

નવીદિલ્હી તા.27
 લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે. મોદીએ દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સત્તામાં પરત ફરશે. ભાજપ 370 બેઠકો જીતશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે.

 વડાપ્રધાન મોદીએ તાજેતરમાં સમગ્ર દેશમાં શરૂ કરાયેલા ઘણા વિકાસ પ્રોજેકટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મારી સરકારનો ત્રીજો કાર્યકાળ જૂનથી શરૂ થશે. વિકાસ કાર્યો જે સ્કેલ અને ઝડપથી આગળ વધી રહ્યા છે તેનાથી લોકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા છે.

 પીએમે 41000 કરોડથી વધુની કિંમતના અને 2000થી વધુ રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના લોકાર્પણ બાદ તેમણે આ વાત કરી હતી.  તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં લોકોએ વંદે ભારત ટ્રેનના પ્રારંભ સહિત નવા ભારતનું નિર્માણ થતું જોયું છે.

 મોદીએ જણાવ્યું હતું કે 10 વર્ષના શાસનના અનુભવના આધારે આજની મજબૂત અર્થ વ્યવસ્થા અને ઝડપી ગતિને જોતા મને આ વાતનો વિશ્ર્વાસ છે. ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે. હું વિશ્ર્વાસપૂર્વક કહી શકું છું કે અમારા ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક શકિત બનશે. આ મોદીની ગેરંટી છે.

 ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીને ત્રીજી ટર્મમાં વિજયી બનતા રોકવા કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ ‘ઈન્ડિયા’ નામનું સંગઠન બનાવ્યું છે. પણ હજુ સુધી તેમાં એકતા નથી જોવા મળી. હવે જોવાનું એ રહે છે કે વિપક્ષો મોદીના વિજય રથનું કેવી રીતે રોકી શકે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj