અમારા કલાયન્ટની પ્રગતિ એ જ અમારૂં કાર્યક્ષેત્ર

Local | Rajkot | 17 April, 2024 | 12:14 PM
45 વર્ષોથી પાયોનિયર, અડગ, અટલ અને વિશ્વસનીય ગિરધરભાઈ ઘાડીયાની ‘દ્દષ્ટિ’ એડ. એજન્સી 46માં વર્ષમાં પ્રવેશ
સાંજ સમાચાર

વર્તમાન સમયમાં વ્યવસાયમાં સ્પર્ધા, મંદી, પરિવર્તન, સંઘર્ષ અને માર્કેટના બદલાતા પ્રવાહો જેવા અનેક પડકારો મોં ફાડીને ઉભા છે ત્યારે માર્કેટમાં અસ્તિત્વ ટકાવી રાખવું તે વિકટ પ્રશ્ર્ન છે.

 આવી પરિસ્થિતિમાં કોઈ પણ લોકલ કે નેશનલ બ્રાન્ડને ડેવલપ કરવા અને માર્કેટ, બ્રાન્ડ અને ઉપભોકતાની સતત બદલાતી માંગ સાથે એકરૂપતા જાળવવા દરેક વ્યવસાયીઓએ તમામ તબકકે એક કદમ આગળ રહેવું પડે છે, અને આ માટે ‘દ્દષ્ટિ’ એડ. એજન્સી હંમેશા વ્યવસાયના તમામ તબકકે એક કદમ આગળ રહી છે અને પોતાના કલાયન્ટસને પણ એક કદમ આગળ રાખવા 1979થી કાર્યરત છે.

અનેકવિદ સોપાનો અને સિધ્ધિઓ સર કરી ‘દ્દષ્ટિ’એ આજે સૌરાષ્ટ્ર સ્થિત 300થી વધુ લોકલ, નેશનલ લેવલની બ્રાન્ડને ડેવલપ કરવાથી લઈને ભારતભરના તેમજ વિદેશના ન્યુઝ પેપર્સ-મેગેઝિન, રેડિઓ, ટીવીમાં એડવર્ટાઈઝમેન્ટ રીલિઝ તેમજ કોઈ પણ પ્રકારની ગ્રાફિક ડિઝાઈન-પ્રિન્ટિંગ ઉપરાંત સોશિયલ મીડિઆની સર્વિસના પરિવર્તનોથી વાકેફ રહીને પોતાની લીડરશિપ જાળવી રાખી છે અને ઉત્તરોતર સતત નવીનતા આપવા માટે પ્રતિબધ્ધ છે. ‘દ્દષ્ટિ’ના આ તમામ સબળ પાસાઓને કારણે જ આજના સ્પર્ધાત્મક યુગમાં પણ પોતાનું મોખરાનું સ્થાન છેલ્લા 45 વર્ષોથી અડગ, અટલ અને વિશ્ર્વસનીયતા સહ જાળવી રાખ્યું છે. અને 46માં વર્ષમાં યશસ્વી પ્રવેશ કરે છે.

 આ અવસરે ‘દ્દષ્ટિ’ની સફળતાની યાત્રામાં સહભાગી અમારા વર્તમાન તથા ભુતપૂર્વ કર્મચારીગણ, કલાયન્ટસ તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિઆ તથા સ્નેહીઓ અને મિત્રોના ઉષ્માભર્યા સહકાર બદલ આ તકે અમો ગિરધરભાઈ ઘાડીયા હાલ (ઞજઅ) તથા ગિરીશભાઈ ત્રિવેદી સૌના અંત:કરણપૂર્વક આભારી છીએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj