એક વ્યકિતને 4-4 અપાતા ફોર્મ લેવા આવેલા અર્ધોડઝન ક્ષત્રિયોએ અન્યોને તાબડતોબ તેડાવ્યા: 100 નામાંકન પત્ર ઉપાડી લેવાયા

રાજકોટમાં પ્રથમ દિવસે જ 150થી વધુ ફોર્મ ઉપાડયા: ક્ષત્રિયો મેદાન

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 12 April, 2024 | 03:49 PM
♦ ભાજપ તરફથી પરસોતમ રૂપાલા, મોહન કુંડારીયા સહિતના નામે 8 ફોર્મ ઉપડયા
સાંજ સમાચાર

♦ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડો. હેમાંગ વસાવડા, હિતેષ વોરાના નામે 12 ફોર્મ

♦ બસપા ઉપરાંત બહુજન મુકિત પાર્ટીએ 3-3 તથા અન્ય અપક્ષો ઉમટી પડયા

રાજકોટ તા.12
રાજકોટ સહિત રાજયની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની આગામી તા.7મેનાં આયોજિત કરાયેલ ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા આજે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ (નામાંકનપત્ર)ની પ્રક્રિયા શરૂ થવા પામી છે. જેની સાથે જ રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે.

રાજકોટ લોકસભાની બેઠક માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે આજે ઉઘડતી કચેરીએ જ 11 વાગ્યે ઉમેદવારી પત્રો ઉપાડવા માટે ધસારો થયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે બપોર સુધીમાં 150થી વધુ ઉમેદવારી પત્રો જીલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓએ ઉપાડેલ હતા.

અહીં એ ઉલ્લેખનીય છે કે લોકસભાની બેઠકની ઉમેદવારીના ફોર્મ વિનામૂલ્યે ચૂંટણી અધિકારીની કચેરીમાંથી આપવામાં આવી રહ્યા છે. આજે ઉઘડતી કચેરીએ જ ઉમેદવારી ફોર્મ લેવા માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અપક્ષ ઉમેદવારોની કતાર લાગી જવા પામી હતી. જેમાં ભાજપ દ્વારા પરસોતમ રૂપાલા અને મોહનભાઈ કુંડારીયાના નામે 8 ઉમેદવારી પત્ર ઉપાડવામાં આવેલ હતા. જયારે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, ડો. હેમાંગભાઈ વસાવડા અને હિતેષભાઈ વોરાના નામે 12 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવેલ હતા.

આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સીંધવ અને માધવભાઈ ગોહેલ દ્વારા 6 ઉમેદવારી ફોર્મ તેમજ બહુજન મુકિત પાર્ટીના દેવેનભાઈ બેડલા દ્વારા ત્રણ ફોર્મ ઉપરાંત કોંગ્રેસના યુવા અગ્રણી રણજીતભાઈ મુંધવા દ્વારા પણ આજે 1 ફોર્મ ઉપાડવામાં આવેલ હતું.

તેની સાથોસાથ અપક્ષ ઉમેદવાર તરીકે સુરેશભાઈ પરમારે પણ એક ફોર્મ તેમજ મુકેશ કનુભાઈ ડાભીએ 4 ફોર્મ ઉપાડયા હતા. જયારે બપોરના એક કલાકે ક્ષત્રિય સમાજના નયનાબા જાડેજા સહિતના મહિલા અગ્રણીઓએ કલેકટર કચેરીમાં પહોંચી 100 જેટલા ફોર્મ ઉપાડી લીધા હતા. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ઉપાડવાનો આંકડો 150ને પાર થયો હતો.

અહીં એ ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજા સહિતના પાંચ જેટલા મહિલા આગેવાનોએ નામાંકન પત્ર ઉપાડવા માટે કલેકટર કચેરીએ આવ્યા બાદ તેઓને ખ્યાલ આવેલ કે એક વ્યકિતને માત્ર ચાર જ ઉમેદવારી ફોર્મ આપવામાં આવે છે જેથી તેઓએ ફોન કરીને ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોને કલેકટર કચેરી ખાતે બોલાવ્યા હતા.

રબાદ ધડાધડ ફોર્મ ઉપડતા આજે પ્રથમ દિવસ નામાંકન પત્ર (ઉમેદવારી ફોર્મ) ઉપાડવાનો આંકડો 150ને પાર પહોંચી ગયો હતો જેના પગલે રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ફોર્મ ઉપાડવાની સાથે તેને સબમીટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

નામાંકન પત્ર સબમીટ કરાવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ડીપોઝીટની રકમ રૂા.25 હજાર નિયત કરવામાં આવી છે. જેથી ઉમેદવારોને નિયત કરાયેલ ડીપોઝીટની રકમ સાથે તેઓનું નામાંકન પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવું પડશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj