કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ પ્રથમ ચૂંટણીમાં જંગી મતદાન

10 રાજ્યોની 96 બેઠકો પર બપોર સુધીમાં 50 ટકાથી વધુ મતદાન : શ્રીનગરમાં લાઇનો

India, Politics, Lok Sabha Election 2024 | 13 May, 2024 | 04:14 PM
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ; મહારાષ્ટ્રમાં ઓછું : 1717 ઉમેદવારોનું ભાવિ સીલ થશે : પાંચ કેન્દ્રીય મંત્રી, એક પૂર્વ મુખ્યમંત્રી જેવા દિગ્ગજો મેદાનમાં
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.13
લોકસભાના ચોથા તબકકાની ચૂંટણીમાં આજે 96 બેઠકો પર ઉત્સાહપૂર્ણ મતદાન યોજાયું હતું. બપોર સુધીમાં 50 ટકાથી વધુ મત પડી ગયા હતા. કલમ 370ની નાબૂદી બાદ કાશ્મીરની શ્રીનગર બેઠકમાં મતદારોની લાઇનો લાગી હતી. છૂટાછવાયા છમકલા સિવાય મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

દેશના 10 રાજ્યોની 96 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં 1717 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં પાંચ કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત મહુઆ મોઇત્રા, અખીલેશ યાદવ, શત્રુધ્નસિંહા, યુસુફ પઠાણ વગેરેનો પણ સમાવેશ થાય છે.

ચૂંટણી પંચના રીપોર્ટ પ્રમાણે બપોરે એક વાગ્યા સુધીમાં જ સરેરાશ મતદાન 40.32 ટકાએ પહોંચી ગયું હતું. પશ્ર્ચિમ બંગાળમાં સૌથી વધુ 51.87 ટકા થયું હતું. જ્યારે આંધ્ર પ્રદેશમાં 40.26 ટકા, બિહારમાં 34.44 ટકા, કાશ્મીરમાં 23.57 ટકા, બિહારમાં 34.44 ટકા, કાશ્મીરમાં 23.57 ટકા, ઝારખંડમાં 42.80 ટકા, મધ્ય પ્રદેશમાં 48.52 ટકા, મહારાષ્ટ્રમાં 30.85 ટકા, ઓડિશામાં 39.30 ટકા, તેલંગાણામાં 40.38 ટકા, ઉત્તર પ્રદેશમાં 39.68 ટકા મતદાન નોંધાયું હતું.

ચોથા તબકકાની બેઠકોમાં આંધ્ર પ્રદેશની તમામ 25, ઉત્તર પ્રદેશની તમામ 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્ય પ્રદેશની 8, પશ્ર્ચિમ બંગાળની આઠ, બિહારની પાંચ, ઝારખંડ-ઓડિશાની 4-4 તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતા જ અનેક સ્થળોએ મતદારોની લાઇનો લાગવામાં આવી હતી. ઓડિશામાં અનેક સ્થળોએ ઇવીએમ ખોટકાતા વ્યાપક ઉહાપોહ સર્જાયો છે.

આંધ્ર પ્રદેશમાં વાયએસઆર સીપીના ધારાસભ્ય તથા મતદાર વચ્ચે માથાકૂટ થતા ધારાસભ્યએ લાફો મારી દીધો હતો. પશ્ચિમ બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓએ માથાકુટ થતાં નારેબાજી કરી હતી. ગઇરાત્રે બોંબ હુમલામાં ટીએમસીના એક કાર્યકરની હત્યા થઇ હતી.

આજના મતદાનના ગરમીમાં થોડી રાહત હોવાથી મતદાન વધવાનો ચૂંટણી પંચે આશાવાદ દર્શાવ્યો હતો. ચૂંટણી શાંતિપૂર્ણ રહે તે માટે સર્વત્ર જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj