સોરઠ પંથકમાં રાતભર વિજળીના ચમકારા: વહેલી સવારે હળવા ઝાપટા

Saurashtra | Junagadh | 16 May, 2024 | 11:52 AM
આંબાના બગીચામાં કેરીના પાકને મોટુ નુકશાન: રાવણા જાંબુ, ચીકુના ઝાડની ડાળીઓ ભારે પવનમાં તુટી પડતા બાગાયતી પાકનો સોથ વળી ગયો: ઉનાળુ તલ-મગ-ડુંગળીને પણ નુકશાન
સાંજ સમાચાર

જુનાગઢ તા.16
 સૌરાષ્ટ્રમાં વૈશાખી વાયરા વચ્ચે અસહ્ય ગરમી-ઉકળાટ બાદ મંગળવારે રાત્રીના ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. ગઈકાલે ફરી એક દિવસના વિરામ બાદ આજે તા.16/5ને ગુરૂવારના સવારે 8-35 કલાકે અષાઢી માહોલ સર્જાયો છે.

 આખી રાત વાદળથી છવાયેલા વાતાવરણ વચ્ચે મોડી રાત સુધી વિજળીના ચમકારા જોવા મળ્યા હતા. જે સવારે ગાજવીજ સાથે માવઠા રૂપી ઝાપટા શરૂ થયા છે. આકાશ આખું વાદળ છવાયેલ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ જવા પામ્યું છે. ગમે ત્યારે વરસાદ સાંબેલાધારે તુટી પડશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

 ખેતરોમાં બાજરી, મગ, તલ, ડુંગરી, સહિતના પાકોમાં મોટી નુકશાનીના સમાચાર મળી રહ્યા છે. તલ પાક ઉપર આવી જતા ઉભડા ખેતરોમાં ઉભા છે અનેક ખેતરોમાં તલ પાક વાઢવાના વાકે ઉભો છે જે માવઠાના કારણે મોટી નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. બાજરી પાક ઉપર આવી ખેતરોમાં બાજરીના ડુંડા ઉપર માવઠાના વરસાદના છાંટા મોટી નુકશાનીમાં બાજરી ખેતરમાં ઢળી પડતા ધુળમાં મળી જવાના સમાચાર મળી રહ્યા છે.

 આંબે કેરીનો પાક ઉપર આવ્યો છે ત્યારે માવઠાના વરસાદથી મોટી નુકશાની થવા પામી છે. આ વર્ષે ઓછો પાક પ્રતિકુળ વાતાવરણ વચ્ચે માવઠાથી બચેલી કેરીમાં મોટું નુકશાન થવા પામી રહ્યું છે.

 આ વર્ષે લોકો કેસર કેરીનો સ્વાદ પુરતો માણી નહીં શકે તેવી હાલત જોવા મળી રહી છે.
 સવારે ગાજવીજ સાથે 10 મીનીટ વરસાદી ઝાપટું આવતા રોડ ભીના થઈ જવા પામ્યા છે. રાવણા ભારે પવનના કારણે ડાળીઓ તુટી પડવા પામી છે. વરસાદી ઝાપટામાં રાવણા જાંબુ ચીકુમાં સારી એવી નુકશાની થવા પામ્યાના વાવડ મળી રહ્યા છે.

 ડુંગળી, મગમાં પણ સારી એવી નુકશાની થવા પામી છે. યાર્ડોમાં ખુલ્લામાં જણસ જોવા મળી રહી છે. તેમાં ભારે વરસાદ માવઠા રૂપી પડશે તો તેમાં પણ નુકશાનીની ભીતિ જોવા મળી રહી છે.
 ધુળ છાંવ વચ્ચેના વાતાવરણમાં ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj