નવી દિલ્હી તા.11
ભારતીય સિનેમા જગતને એક એકથી ચડીયાતી ગાઈડ લાઈન સ્ટોન ફિલ્મો આગ, આવારા, શ્રી420, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, જેવી ફિલ્મો આપનાર અભિનેતા નિર્માતા, નિર્દેશક રાજકપુરની 100 મી જન્મ જયંતી આવનાર છે. ત્યારે આ ઈવેન્ટ પહેલા કપુર ફેમિલીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ ખાસ પ્રસંગ નિમિતે વડાપ્રધાન મોદીએ કરીનાકપુરનાં બન્ને બાળકો તૈમુર અને જેહ માટે એક સ્પેશ્યલ ગિફટ પણ મોકલાવી હતી.
બોલિવુડનાં લેજેન્ડરી એકટર, ડાયરેકટર, પ્રોડયુસર, રાજકપુરની 14 મી ડિસેમ્બરે 100 મી જન્મ જયંતિ આવી રહી છે. આ ખાસ પ્રસંગ માટે કપુર ફેમિલી ઘણા પ્લાનીંગ કરી રહી છે. 14 ડીસેમ્બરે ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન થઈ રહ્યું છે. ઈવેન્ટ પહેલા પુરૂ કપુર ફેમીલી તાજેતરમાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યુ હતું. પીએમને મળ્યા બાદ કરીનાકપુરે ઈન્સ્ટ્રાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે તેમાં એક કયુટ તસ્વીર બહાર આવી છે. જેમાં પીએમ કરીશ્મા કપુરના બે બાળકો માટે સ્પેશ્યલ ગિફટ મોકલતા જોવા મળે છે.
પીએમે જેહ-તૈમુરને શું ભેટ આપી?
કરીના કપુરખાને આ ખાસ મુલાકાત બાદ કેટલીક તસ્વીરો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરી છે. આ દરમ્યાન પીએમ મોદી એક કાગળ પર સિગ્નેચર કરતા જોવા મળે છે. જયારે તેની સામે કરીનાકપુર દેખાઈ રહી છે. ખરેખર તો આ પેપર પર કરીનાકપુર અને સૈફઅલીખાનનાં બન્ને પુત્ર જેહ અને તૈમુરનું નામ લખેલુ છે અને વડાપ્રધાન મોદીએ બન્ને બાળકોના નામની નીચે પોતાની સાઈન કરી છે. આ સ્પેશ્યલ ગીફટ કરીનાકપુર ખાને પોતાના બન્ને પુત્રો માટે માગી હતી.
આ તસ્વીરોને શેર કરતાં કરીનાકપુરે કેપ્શનમાં લખ્યુ છે વડાપ્રધાન મોદીએ રાજકપુરની 100 મી જન્મ જયંતી પહેલા અમને આમંત્રીત કર્યા હતા તેમને મળીને ખૂબ જ લાગી રહ્યુ છે.આ સ્પેશ્યલ બપોર માટે આપનો આભાર
રણબીરકપુરની બહેન રિધ્ધિમાનું સપનું થયું સાકાર:
આ દરમ્યાન ઋષિકપુરની અને નિતસિંઘ કપુરની દિકરી અને રણબીરકપુરની બહેન રિધ્ધિમાં સાહની પણ વડાપ્રધાન મોદીને મળવા પહોંચી હતી તસ્વીરોને શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું જે મેનીફેસ્ટ કર્યુ અને તે થઈ ગયુ. જયારે પીએમે પહેલીવાર 2014 માં પીએમ બનવાના શપથ લીધા હતા ત્યારથી તેમને મળવાની ઈચ્છા હતી જે હવે પુરી થઈ ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy