નવી દિલ્હી તા.18
વડાપ્રધાન મોદીએ ટેસ્લાના મુખિયા એલન મસ્ક સાથે ફોન પર વાતચીત કરીહતી, જેમાં ટેકનોલોજી અને ઈનોવેશન પર ચર્ચા કરી હતી. એકબાજુ ટેસ્લાના પ્રમુખ ભારતમાં ટેસ્લા કારનો પ્લાન્ટ નાખવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ મસ્ક સાથે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડીયા પર જણાવ્યું હતું કે, અમે ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં સહયોગની અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકાની સાથે પોતાની ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાને આ અંગે સોશ્યલ મીડીયા પર એક પોસ્ટથી માહિતી આપી છે. વડાપ્રધાને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન સામેલ કરાયેલા વિષયો સહિત વિભિન્ન મુદાઓ પર ચર્ચા થઈ હતી.
અમે ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવના પર ચર્ચા કરી હતી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકાની સાથે પોતાની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક ભારતમાં ટેસ્લાની કારનું ઉત્પાદન કરવા માંગે છે ત્યારે વડાપ્રધાન મોદીની એલન મસ્ક સાથેની ટેલિફોનિક વાત સૂચક છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy