પીએમ મોદી આવતીકાલથી યુએઈના પ્રવાસે: અબુધાબીમાં પહેલુ હિન્દુ મંદિર ખુલ્લુ મુકશે

India, World, Dharmik | 12 February, 2024 | 11:26 AM
દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ-2024 માં ભાગ લેશે: ઝાયદ સ્પોર્ટસ સિટીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સંયુકત આરબ અમીરાતની બે દિવસીય યાત્રા કરશે.આ દરમ્યાન તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરશે અને અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનુ ઉદઘાટન કરશે.વિદેશ મંત્રાલયે શનિવારે યાત્રાની જાહેરાત કરતાં કહ્યું કે 2015 બાદથી પીએમ મોદીની સંયુકત અરબ અમીરાતની સાતમી યાત્રા હશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને યુએઈના પ્રમુખ અલ નાહયાન બન્ને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને વધુ ગાઢ વિસ્તૃત અને મજબુત કરવાનાં માર્ગો પર ચર્ચા કરશે 

અને પરસ્પર હિતના પ્રાદેશીક અને આંતર રાષ્ટ્રીય મુદાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી યુએઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમને પણ મળશે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું તેમનાં નિમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી દુબઈમાં આયોજીત થનાર વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટ 2024 માં સન્માનીત અતિથિના રૂપમાં ભાગ લેશે અને શિખર સંમેલનમાં એક વિશેષ સંબોધન આપશે.મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે પીએમ મોદી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બીએપીએસ મંદિરનું ઉદઘાટન કરશે સાથે તેઓ ઝાયદ સ્પોર્ટસ સીટીમાં એક કાર્યક્રમમાં સંયૂકત આરબ અમીરાતમાં ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધીત કરશે.

વિદેશ મંત્રાલયે કહ્યું ભારત અને યુએઈ વચ્ચે મજબુત રણનીતિ સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પર આધારીત મધુર, ધનિષ્ઠ અને બહુઆયામી સબંધ છે.ઓગસ્ટ 2015 માં પીએમ મોદીની યુએઈની ઐતિહાસીક યાત્રા બાદ બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સબંધોને વ્યાપક રણનીતિક ભાગીદારી સુધી વધારવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj