ઇઝરાયેલમાં પીએમ નેતન્યાહૂ ટેન્શનમાં: સંસદ બહાર હજારો લોકોના દેખાવો

India, World | 01 April, 2024 | 05:39 PM
ઇઝરાયેલના બંધકોને હમાસની ચુંગાલમાંથી છોડાવવા માંગ
સાંજ સમાચાર

યેરુસલેમ (ઇઝરાયેલ), તા.1
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ આજકાલ બેવડા પડકારોનો સામનો કરી રહ્યા છે. એક બાજુ આતંકી સંગઠન હમાસ સાથે યુધ્ધમાં સેના મોરચા પર છે. તો દેશમાં જ વિરોધી સ્વર ઉઠી રહ્યો છે. રવિવારે યેરુસલેમમાં સંસદની બહાર લગભગ 10 હજારથી વધુ લોકોએ આંદોલન કરી હમાસે બંધક બનાવેલા ઇઝરાયેલના નાગરિકોને હમાસથી જલ્દી છોડાવવાની માંગ કરી હતી.

લોકોએ જણાવ્યું હતું કે, ‘ભલે તેના માટે ગમે તે ડીલ કરવી પડે’ આ સિવાય દેખાવકારોએ નેતન્યાહૂ સરકારને ઘેરીને જલ્દી ચૂંટણી કરવાની માંગ કરી છે. બીજી બાજુ પીએમ નેતન્યાહુએ બધા બંધકોને પરત લઇ આવવાનો ભરોસો આપ્યો હતો. પણ હકીકત એ છે કે પીએમ ને ન્યાહુ આ મિશનમાં પૂરેપૂરા સફળ નથી થયા.

બીજી બાજુ ઇઝરાયેલી સેનાના જોરદાર હુમલા છતાં હમાસમાં હજુ સુધી કોઇ મોટી ફૂટ પડી નથી. હમાસનું આ વલણ ઇઝરાયેલ માટે ટેન્શન બન્યું છે. આ જંગમાં ઇઝરાયેલના 700 સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં ઇઝરાયેલને મોટુ નુકશાન થયું હતું, જેને લઇને ઇઝરાયેલમાં નેતન્યાહુ સામે ગુસ્સો ભડકી રહ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj