આજે રાત્રે જામનગરમાં PM નો રોડ-શો : કાલે દ્વારકા-રાજકોટમાં સભા

Gujarat, Saurashtra | Jamnagar | 24 February, 2024 | 11:31 AM
રાત્રી રોકાણ જામનગરમાં : રવિવારે આઇકોનિક સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ : રાજકોટમાં એઇમ્સ સહિતના ઉદ્ઘાટન : રોડ-શો બાદ રેસકોર્ષમાં નરેન્દ્રભાઇ સભા સંબોધશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે રાત્રીથી આવતીકાલ સાંજ સુધી સૌરાષ્ટ્રમાં છે. આજે રાત્રે જામનગરમાં ઉતરાણ, રોડ-શો અને રાત્રી રોકાણ બાદ કાલે સવારે દ્વારકાથી ત્રણ જિલ્લાના 4100 કરોડના કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન  કરશે. તેમાં બેટ દ્વારકાના દરિયા પર બનેલો સિગ્નેચર બ્રીજનું ઉદઘાટન આઇકોનિક બનવાનું છે. બપોર બાદ રાજકોટમાં એઇમ્સના ઉદઘાટન અને રોડ-શો સાથે જાહેરસભા રેસકોર્ષ મેદાનમાં યોજાશે.

ઓખા-બેટને જોડતા આઈકોનીક સુદર્શન સેતુના લોકાર્પણ માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.24ની રાત્રે જામનગર આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે એરોડ્રામ રોડ પર દિગજામ સર્કલથી સરુસેક્શન રોડ સુધીના તંત્રએ ઉભા કરેલા આઠ સ્લોટમાં જામનગરના હજારો નાગરિકો અને ભાજપા કાર્યકર્તાઓ વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી-20રરના એપ્રિલ માસ પછી બાવીસ મહિના બાદ આવતા હોવાથી કાર્યકરો, નાગરિકોમાં વિશેષ થનગનાટ છે. વડાપ્રધાનના આગમનના રૂટ પર એરફોર્સ રોડથી છેક સર્કીટ હાઉસ સુધી રોશની મુકવામાં આવી છે.

કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા બેટને ભારતની મુળ ભુમિ સાથે જોડવા દરિયા ઉપર ચેલેજીંગ પ્રોજેક્ટ તરીકે બનેલા સુદર્શન સેતુનું સર્જન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતી કાલે તા.25મીના રોજ સવારે થશે. વહિવટી તંત્રના જણાવ્યા મુજબ વડાપ્રધાન એરફોર્સ-1 ખાતે તા.24ની રાત્રે આવી પહોંચશે. જ્યાં તેઓના સ્વાગત બાદ સંભવત રાત્રે 9 થી 10 વચ્ચે તેઓ લાલબંગલા ખાતેના સર્કિટ હાઉસ રાત્રી રોકાણ માટે જતા પહેલા માર્ગ ઉપર લોકોનું ભાજપના કાર્યકરોનો અભિવાદન દિવસે જે માટે તંત્ર 125 મીટરના આઠ પ્લોટ ખડા કર્યા છે.

વડાપ્રધાનના આગમન રોકાણ અને વિદાય દરમિયાન સલામતી નું બંદોબસ્ત ગોઠવવા માંગે છે વડાપ્રધાન રાત્રે આરામ કરીને વહેલી સવારે 6:30 થી 7:30 વચ્ચે ઓખા માટે રવાના થવાના હોય દવાના થશે આમ જામનગરમાં વડાપ્રધાનના આગમનના રૂટ ઉપર એરપોર્ટથી છેક સર્કિટ હાઉસ સુધી તેમજ સર્કિટ આવશે નહીં તેની આસપાસ જિલ્લા પંચાયત ભવન મહાનગરપાલિકાના બિલ્ડીંગોને સેવાસદન પણ રોશની નો શણગાર કરી દેવામાં આવ્યો છે. 

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન માટે કાર્યક્રમની માહિતી આપતા જામનગર શહેર ભાજપ વિમલભાઈ કગથરા એ જણાવ્યું હતું કે, શહેરના 16 વોર્ડમાંથી એક હજારથી વધુ કાર્યકર્તાઓ વડાપ્રધાનના અભિવાદન માટે ઉમટશે તંત્ર દ્વારા હજારો નાગરિકો અને કાર્યકર્તાઓ વડાપ્રધાનને અભિવાદન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા શરૂ સેકશન જંકશનથી દિગ્જામ સર્કલ સુધી કરવામાં આવી છે.

રાજકોટ
સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રવિવારે બપોરે 3 વાગ્યા આસપાસ દ્વારકાથી રાજકોટ ખાતે આગમન થશે. બપોરે 3.35 કલાકે તેઓ ખંઢેરી નજીક રૂા.1195 કરોડના ખર્ચે ગુજરાતની  પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું ઉદઘાટન કરશે. 100 કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતની સૌથી મોટી ઝનાના હોસ્પિટલની ભેટ પણ શહેરીજનોને આપશે.

આ ઉપરાંત ડ્રેનેજ, પાણી પુરવઠા નેટવર્ક તેમજ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાંચ પ્રકલ્પો તેમજ રૂડાના એક પ્રકલ્પ મળી કુલ 203.61 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. 291.49 કરોડના જુદા જુદા 22 પ્રકલ્પો મળી કુલ રૂા. 495.10 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. રાજકોટમાં જુના એરપોર્ટથી રેસકોર્ષ સભા સ્થળ સુધી 800 મીટરનો વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાશે તેમજ સાંજે 4.45 કલાકે રેસકોર્ષ ખાતે સભાને સંબોધશે.

 

અંબાણી પરિવાર વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરશે
રાજકોટ, તા. 24
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે રાત્રે જામનગર આવી રહ્યા છે. તેઓ ભાજપના નેતાઓ અને અંબાણી પરિવારને મળશે. આવતા મહિને અંબાણી પરિવારના આંગણે વૈભવી લગ્નપ્રસંગ છે. ખાવડીમાં મોટો જલ્સો છે. વડાપ્રધાન આ અવસરે અંબાણી પરિવારને શુભેચ્છા આપશે તેમ માનવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj