રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત પેન્શનરો માટે તા.5-5 થી તા.9-5 દરમ્યાન સમય સવારે 10:30 થી 5:30 સુધી ત્રણેય ઝોન સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઇસ્ટ ઝોન ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં ફક્ત પેન્શનરનું જ કાર્ડ કાઢી આપવામાં આવશે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ (પીએમજેએવાય) માટે ડોક્યુમેન્ટ જરૂરી છે. તેમાં (1) આવકનો દાખલો.(મામલતદારનો ઓનલાઇન કોમ્પ્યુટરાઈઝ દાખલો 4 લાખથી ઓછી આવકનો, અને 60 વર્ષ કે તેથી વધુ ઉમર ના સીનીયર સીટીઝનો માટે વાર્ષિક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવકનો દાખલો), (2) રેશનકાર્ડ.(બારકોડ વાળું) (3) આધાર કાર્ડ (4) મોબાઇલ નંબર (જે આધાર નંબર માં લીંક કરાવેલ હોઈ તે મોબાઇલ સાથે લાવવો) (5) જે પેન્શનરનું કાર્ડ કાઢવાનું છે તે વ્યકિત એ રૂબરૂ આવવાનું રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy