વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન-શ્રીનાથધામ હવેલીના સંસ્થાપક

ગો.શ્રી વ્રજરાજકુમારજીની શનિવારે રાજકોટમાં પધરામણી : આઠ દિવસ વિવિધ ધાર્મિક આયોજનો

Dharmik | Rajkot | 21 May, 2024 | 02:50 PM
તા.26ના રવિવારે સવારે બ્રહ્મસંબંધ દીક્ષા, સાંજે ભવ્યાતિભવ્ય આમ્રકુંજ મનોરથ દર્શન, તા.29ના ઠાકોરજી પુષ્ટિકરણ : આઠ દિવસ સવારે અને રાત્રે વૈષ્ણાવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના સ્વમુખે હરિનામ સંકીર્તન-ધ્યાન : વૈષ્ણવોને લાભ લેવા વીવાયઓનો અનુરોધ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 21
રાજકોટમાં વીવાયઓ શ્રીનાથધામ હવેલી, નાના મવા રોડ ખાતે આવનાર તા. રપ મેથી 1 જુન દરમ્યાન વૈષ્ણવાચાર્ય પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં શ્રીનાથધામ હવેલી ખાતે ર6 મે (રવિવાર)ના રોજ સવારે 9.30 કલાકે પૂજયશ્રી દ્વારા શ્રી ઠાકોરજી સમક્ષ ‘બ્રહ્મસંબંધ દીક્ષા’ આપવામાં આવશે તેમજ સાંજે 3 કલાકે શયન દર્શનમાં શ્રી ઠાકોરજીના સુખાર્થે ભવ્યાતિભવ્ય આમ્રકુંજ મનોરથ દર્શનનો લાભ ભાવિકજનોને પ્રાપ્ત થશે. ર9 મે (બુધવાર)ના રોજ સવારે 9.30 કલાકે પૂજયશ્રી દ્વારા ઠાકોરજી પુષ્ટીકરણ કરવામાં આવશે.

25 મેથી 1 જુન દરમ્યાન રાજકોટ ખાતે દરરોજ પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખેથી સવારે 7 થી 7.30 અને રાત્રે 9.30 થી 10 કલાક ‘હરિનામ સંકીર્તન’ અને ધ્યાન કરાવવામાં આવશે તેમજ પૂજયશ્રી દ્વારા દરરોજ મંગળા દર્શનમાં શ્રી ગીરીરાજજી પ્રભુને દુગ્ધાભિષેક કરવામાં આવશે.આ દિવસો અંતર્ગત પૂજયશ્રી દ્વારા આશિર્વચન, સત્સંગ અને પધરામણીનો અનેરો લાભ શહેરીજનોને પ્રાપ્ત થશે. પૂજયશ્રીના દરેક કાર્યક્રમની વિગતવાર માહિતી 76000 70559 નંબરથી વોટસએપ ગ્રુપમાં મળતી રહેશે. વધુ વિગત માટે 72269 97664 નંબર પર સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj