માધાપર ચોકડી પાસે આવેલ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે કાલે પૂ.સત્યસંકલ્પ દાસજી સ્વામીની પધરામણી: પ્રવચન

Local | Rajkot | 26 February, 2024 | 03:47 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
 

આવતીકાલે રાજકોટમાં એસ.એમ.વી.એસ.સંસ્થાના ગુરુજી પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીજી માધાપર ચોકડી પોસ આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પધારી રહ્યા છે.આવતીકાલે તા.26ના મંગળવારે રાત્રે 7.15 થી 9.15 એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુજી પૂ.સત્ય સંકલ્પ દાસજી સ્વામીજી હેપ્પી ફેમીલી વિષયક પ્રેરક પ્રવચન કરશે.ભાવિકો ભકતોને પોતાના પરિવારને હેપ્પી પરિવાર કેવી રીતે કરવો તેની વિરાદ વાતો ગુરુજી કરશે.ગુરુજીએ જણાવેલ છે કે આજના યુવાનની તાકાત પારિવારીક સમસ્યાના કારણે દબાઈ જાય છે પરિવારિક પ્રશ્નોના કારણે અરસ પરસ, ઝઘડા, મારકુટ, આપઘાત, છુટાછેડા, પોલીસ, કેસ, કોર્ટ કચેરીના ધકકા જેવી અનેક સમસ્યાઓ પરિવારેમા ઉભી થતી હોય છે .

જેના પરિણામે જે ધીરે-પરિવાર શાંતિનું સ્થાન હોવા છતાં ઉદવેગ, અશાંતિ, મુંઝવણ, ચિંતાનું ઘર બની જાય છે.આવતીકાલે પૂ.ગુરુજી શ્રી સત્ય સંકલ્પદાસજી સ્વામી પોતાના વ્યાખ્યામાં પરિવારમાં સુખ શાંતિ, આત્મીયતા વધે તથા પરિવાર સુખી બને તે અંગે માર્ગદર્શન આપશે. ઉપરોકત કાર્યક્રમમાં ભાવિક ભકતોને પધારવા સાધુ નિર્ગુણાજીવનદાસજી, સાધુ અદ્ભુત સ્વરૂપદાસજી મ.તથા સાધુ ભજન પ્રિયદાસજી તેમજ એસએમવીએલ રાજકોટ સત્સંગ મંડલે અનુરોધ કર્યો છે. વિશેષ માહિતી માટે પ્રકાશભાઈ પાંચોરિયા (98252 14470)નો સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj