પ્રવાસીઓને ગોળીએ વિંધનારા આતંકવાદીઓને સાણસામાં સપડાવવા આકાશપાતાળ એક કરતી સુરક્ષા એજન્સીઓ

પહેલગામનાં હુમલાખોરો 4 વખત સુરક્ષા તંત્રની નજરે ચડયા, તૂર્તમાં હાથમાં આવી જશે

India, World | 28 April, 2025 | 11:18 AM
એક વખત ઘેરાવાની તૈયારીમાં હતા, એકવાર સામસામો ગોળીબાર પણ થયો હતો : ગાઢ જંગલોમાં જ હોવાથી ગણતરીના દિવસોમાં પકડાઈ જવાનો નિર્દેશ
સાંજ સમાચાર

શ્રીનગર,તા.28
કાશ્મીરનાં પહેલગામમાં પ્રવાસીઓ પર ભયાનક ત્રાસવાદી હુમલાનો આકરો જવાબ આપવા ભારત ગુપ્ત તૈયારી કરી રહ્યાનાં એંધાણથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે.ત્યારે પહેલગામમાં ગોળીબાર કરનારા ત્રાસવાદીઓ છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત સુરક્ષા દળોની નજરે ચડયા હોવાનું બહાર આવ્યું છે.

એક વખત તેઓને ઘેરી લેવાની નજીક પણ સૈન્ય જવાનો પહોંચી ગયા હતા અને એક વખત તેમની સાથે સામસામા ગોળીબાર પણ થયા હતા. માહિતગાર સુત્રોના કહેવા પ્રમાણે ગુપ્તચર બાતમી, સ્થાનિક રહેવાસીઓની માહિતી તથા વિરાટ સર્ચ ઓપરેશનનાં ત્રિવિધ વ્યુહ વચ્ચે ચાર વખત નજરે ચડયા હતા તેનો અર્થ એવો થાય છે કે હત્યારા ત્રાસવાદી હજુ બહાર નિકળી શકયા નથી.

એક વખત સામસામા ગોળીબાર પણ થયો હતો અને તે દરમ્યાન ફરી ગાઢ જંગલોમાં સરકી ગયા હતા. સમગ્ર વિસ્તાર પર્વતીય અને ગાઢ હોવાથી નજરે ચડયા પછી પણ તેનું લોકેશન દબાવવુ કે સરળતાથી પીછો કરવાનું સરળ હોતુ નથી.

સૈન્યના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ત્રાસવાદીઓ નજરે આવી ગયા બાદ સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરીને સર્ચ ઓપરેશન કરવામાં આવી જ રહ્યું છે. ગણતરીના દિવસોમાં તેઓ હાથમાં આવી જ જશે તેવો વિશ્વાસ છે.

સુત્રોએ એમ પણ કહ્યું છે કે ત્રાસવાદીઓ તથા તેના આકાઓને દબોચી શકાય તેવા કેટલાંક મહત્વના પુરાવા-કડી પણ હાથ લાગી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશનથી માંડીને સૈન્ય તથા અન્ય સુરક્ષા એજન્સીઓ રાત-દિવસ તપાસમાં તૈનાત જ છે.

ત્રાસવાદીઓને મદદ કરનારા બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. તાહીર અહેમદ તથા શબીર અહેમદ ગનઈ નામના આ શખ્સોની પૂછપરછમાં મહત્વની કડી મળી શકે છે.

એનઆઈએની પ્રાથમિક તપાસ મુજબ ત્રાસવાદીઓ જંગલનો 22 કીમીનો રસ્તો કાપીને બૈસરન વેલી પહોંચ્યા હતા. ત્યાકાંડ વખતે એક સ્થાનિક તથા એક પ્રવાસીનાં મોબાઈલ આંચકી લીધા હતા.

એક અન્ય રીપોર્ટ મુજબ તેઓ સેટેલાઈટ ફોનનો ઉપયોગ કર્યો હતો. તપાસ એજન્સીઓ પ્રવાસીઓના ફોનમાં રેકોર્ડ થયેલા કેટલાંક વીડીયો તથા ફોટોગ્રાફસના આધારે પણ તપાસના તાર જોડવા પ્રયત્નશીલ છે.

એનઆઈએ તપાસનો દોર હાથમાં લઈ લીધાની સાથે સ્થાનિક સપોર્ટ ત્રાસવાદી નેટવર્ક તથા સંભવિત સ્લીપર સેલની દિશામાં પણ તપાસ શરૂ કરી છે ઘટનાસ્થળે વિસ્તૃત પરિક્ષણ કરવામાં આવ્યું હતુ.

ત્રાસવાદી હુમલા વખતે ભયભીત સ્થાનિક ફોટોગ્રાફર ઝાડ પર ચડી ગયો હતો અને સમગ્ર ઘટનાનું રેકોર્ડીંગ કર્યુ હતું તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj