ભારતની સ્ટ્રાઈક કરાંચી સ્ટોક એકસચેંજને ‘ભારે’ પડી

પાક. શેરબજાર ધડામ : ભારતીય માર્કેટ ગ્રીનઝોનમાં

India, World, Business | 07 May, 2025 | 03:49 PM
► પાકિસ્તાનનો ઈન્ડેકસ 6500 પોઈન્ટ (6 ટકા) ગગડયો: ભારતીય ઓપરેશનથી ગભરાટ
સાંજ સમાચાર

► ભારતમાં સેન્સેકસમાં સુધારો; રોકડાના શેરો ઉછળ્યા: ડોલર સામે રૂપિયો 33 પૈસા તૂટયો

રાજકોટ,તા.7
પહેલગામનાં ત્રાસવાદી હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાનનાં ત્રાસવાદી અડ્ડાઓ પર કરેલી ભીષણ એરસ્ટ્રાઈકને પગલે પાકિસ્તાની શેરબજારમાં કોહરામ સર્જાયો હતો જયારે ભારતીય માર્કેટ ગ્રીનઝોનમાં હતું ડોલર સામે રૂપિયો મજબુત હતો.

પાકિસ્તાન પર ભારત ગમે ત્યારે હુમલો કરશે તેવી અટકળો ઘણા દિવસોથી પ્રવર્તતી જ હતી. ગઈ મોડીરાત્રે ત્રાસવાદીઓનાં 9 અડ્ડાઓને નિશાન બનાવીને સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

શેરમાર્કેટ પર કેવી અસર થશે તેના પર મીટ સાથે બપોર સુધી સાવચેતી રહ્યા બાદ તેજીનો વળાંક આવી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારતીય સ્ટ્રાઈકનો પાક જવાબ નહિં આપે તેવા સંકેતોથી માર્કેટમાં હાશકારો હતો.

વિદેશી સંસ્થાઓની લેવાલી જેવા કારણો ટેકારૂપ હતા. ભારત-પાકિસ્તાન તનાવમાં કોઈ નવા ગંભીર વળાંક ન આવે તો માર્કેટ ફરી તેજીમાં દોડવા લાગે તેવી શકયતા નકારાતી નથી.

શેરબજારમાં આજે અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, એચીએફસી બેંક, ઈન્ફોસીસ, મહિન્દ્ર, મારૂતી, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઈટન શ્રીરામ ફાયનાન્સ, બીએસઈ જેવા શેરોમાં સુધારો હતો. એશીયન પેઈન્ટસ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન, રીલાયન્સ, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, સન ફાર્મા, બજાજ ઓટો, એચસીએલ ટેકનો વગેરેમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 15 પોઈન્ટના સુધારાથી 80565 હતો તે ઉંચામાં 80844 તથા નીચામાં 79937 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 6 પોઈન્ટ વધીને 24373 હતો. તે ઉંચામાં 24449 તથા નીચામાં 24200 હતો.

કરન્સી માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 33 પૈસા તૂટીને 84.76 હતો. દરમ્યાન ભારતની સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની શેરબજાર ધડામ થયુ હતું. કરાંચી સ્ટોક એકસચેંજનો ઈન્ડેકસ 6500 પોઈન્ટ (6 ટકા) ગગડયો હતો. તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગભરાટભરી વેચવાલીથી ગાબડા હતા.

સોનામાં વધુ રૂા.500 નો ઉછાળો : 10 ગ્રામનો ભાવ રૂા.1,00,600
ભાવ એક તબકકે 1,01,200 થયો હતો
રાજકોટ તા.7

 સોનાના ભાવમાં તેજીનો દોર આગળ ધપતો રહ્યો હોય તેમ આજે વધુ 500 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. રાજકોટમાં હાજર સોનું 10 ગ્રામ દીઠ ઉંચામાં 101200 થયા બાદ બપોરે 100600 સાંપડયુ હતું. વિશ્વ બજારમાં 3383 ડોલરનો ભાવ હતો.હાજર ચાંદી 98600 હતી. વિશ્વ બજારમાં ભાવ 32.93 ડોલર હતો.

વેપારીઓનાં કહેવા પ્રમાણે અમેરીકી નીતિ-ઘટનાક્રમ, વૈશ્વિક બેંકોની સતત ખરીદી જેવા કારણો તેજી માટે જવાબદાર હતા ત્યારે ભારતે પાકના ત્રાસવાદ પર સ્ટ્રાઈક કરતા તેની પણ અમુક અંશે અસર થઈ હતી. સોનાના ભાવ તેજીના ઝોનમાં જ છે. ભારત સહીત વૈશ્વિક ભૌગોલીક ઘટનાક્રમોની અસર આવતી રહેવાનું મનાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj