ઈસ્લામાબાદ: ભારત સાથે યુદ્ધ કરવા આવીને ‘ભરાઈ’ પડેલુ પાકિસ્તાન હવે શસ્ત્રોની નાણાની ભીખ માંગી રહ્યું છે અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદાર રાષ્ટ્રો પાસે મદદ માંગી છે તે ખુલ્લુ થઈ જતા ભોઠા પડેલા પાકે હવે બચાવમાં કહ્યું કે, આર્થિક બાબતના વિભાગનું સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસનું હેન્ડલ ‘હેક’ થયું છે.
યુદ્ધના કારણે પાકને ભારે નુકશાની સહન કરવી પડશે તેવી સ્થિતિ છે. બાદમાં દાવો કર્યો કે અમારા ‘દુશ્મને’ આવી પોષ્ટ મુકી હતી. અમારુ એકાઉન્ટ ‘હેક’ થયું હતું અને આ અપીલ પાછી ખેંચી લેવાઈ છે. આમ એક તરફ આજે જ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પાકની ‘લોન’ અંગે પુન: વિચારણા કરવામાં તે સમયે આ સંકોચભરી સ્થિતિ સર્જાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy