નવીદિલ્હી,તા.16
ઓપરેશન સિંદુરમાં ભારત સાભે ભૂંડે હાલ થનાર પાકિસ્તાનની વધુ પોલ દુનિયાભરમાં ખોલવાની તૈયારી મોદી સરકારે કરી છે. પાકિસ્તાનનો દુનિયામાં ફજેતો કરવા ઉપરાંત પહેલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂરના મામલાની હકીકતથી દુનિયાને પાકિસ્તાનને ખુલ્લી પાડવા દુનિયાના વિભિન્ન દેશોની વિભિન્ન રાજધાનીઓમાં વિભિન્ન દળોના સાંસદોના પ્રતિનિધિ મંડળને મોલકવાની તૈયારી ચાલી રહી છે.
જેનો ઉદેશ સીમા પાર આતંકવાદનો શિકાર હોવાની અને આતંકી શિબિરો સામે હાલની કાર્યવાહીઓના બારામાં ભારતના મામલાને મજબૂત કરવાનો છે.
એવું માનવામાં આવે છે કે, વિભિન્ન દળોના સાંસદો વાળુ પ્રતિનિધિ મંડળને નજીકના ભવિષ્યમાં વિભિન્ન ખંડોની રાજધાનીઓમાં મોકલવામાં આવી શકે છે, જેથી કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પાકિસ્તાનના પ્રયાસો વચ્ચે યજમાન દેશોને ભારતીય દ્દષ્ટિકોણથી માહિતગાર કરવામાં આવી શકે.
એવું પણ બહાર આવ્યું છે કે ભારતના દ્વિપક્ષીય દ્દષ્ટિકોણ છતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ મુદ્દાને આંતર રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાના પ્રયાસોએ પણ આ ભારતને આ પગલુ ઉઠાવવા માટે પ્રેરિત કર્યા છે.
વિદેશ મંત્રાલય અન્ય મંત્રાલયો અને વિભાગો સાથે મળીને સાંસદો માટે વાતચીતના બિંદુ તૈયાર કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે વિભિન્ન દેશોમાં ભારતીય રાજદ્વારી મિશન પણ આ પ્રયાસોને આગળ વધારશે.
આ પહેલીવાર બનશે કે મોદી સરકાર કાશ્મીર અને પાકિસ્તાન સીમા પરથી ઉત્પન્ન સીમાપાર આતંકવાદ પર ભારતનો પક્ષ રાખવા માટે જુદા જુદા દળોના સાંસદોને નિયુકત કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy