(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા)
ઉપલેટા, તા.30
ઉપલેટાના કોલકી ગામે પાણીની પાઇપ લાઇન નાંખ્યા વગર ગ્રામ પંચાયતના સત્તાધીશોએ ગ્રાંટના રૂા.1.79 લાખ ઉપાડી લીધાનો બનાવ સામે આવેલ છે. જેને લઇને ગ્રામજનોમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતી વિગતો મુજબ તાલુકાના પ્રગતિશીલ એવી આ કોલકીની પંચાયતનો વહીવટ ભ્રષ્ટાચારના કારણે ચર્ચાના ચગડોળે ચડેલ છે. આ ગ્રામ પંચાયતમાં 15 માં નાણાપંચની મંજૂર થયેલ ગ્રાન્ટ રૂા.1,79,000 કામ કર્યા વગર ઉપાડી લેવામાં આવી છે.
ગામમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી દિપક ચાગેલાના ઘરથી દેવપૂજક વિસ્તાર સુધીના રોડનો પ્લાન કરી રૂ.1,79,000 ની મંજૂરીની માંગણી 15 માં નાણા પંચમાંથી કરી હતી જે કામ કર્યા વગર જ પંચાયતના સરપંચ અને તેમના મળતીયાઓએ ઉપાડી લીધી હોવાની મહિતી અધિકારી હેઠળ માહિતી મા્ંરતા આ વિગર બહાર આવેલ છે.
આ અંગે ગ્રામ પંચાયતના સદસ્ય પરેશભાઇ ચંદુભાઇ ભેસદડીયા, મુકેશભાઇ અમૃતિયા, હીનાબેન વૈન્નાણી અને રાજેશ વદોરિયા એ રાજ્યના મુખ્યમંત્રી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી એન્ટી કરપ્શન બ્યુરો એસ સી બી અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફયિરાદ આપી દિપક ચાંગલેના ઘરથી દેવપૂજક વિસ્તાર સુધી આ કામ કર્યા વગર રૂા.1,79,000ની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ કરેલ છે.
ગ્રામ પંચાયતના ફરિયાદી સભ્યોએ પત્રકારોને પણ જણાવેલ છે કે જો આ અંગે તાત્કાલિક અધિકારીઓ પગલા નહીં લે તો ઉપલેટા ગ્રામ પંચાયત ઉપલેટા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ક્લાર્ક સહિતના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો સામે ગુજરાત હાઇકોર્ટમાં રીટપીટીશન કરવામાં આવશે તેમ જણાવેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy