નટ બોલ્ટના વેપારી સાથે પરેશ લીંબસિયાએ રૂા.1.14 લાખની છેતરપીંડી આચરી

Crime | Rajkot | 18 April, 2025 | 04:44 PM
અટીકા ફાટક પાસે પ્રભાત નટ બોલ્ટના માલિકને શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી વિશ્ર્વાસમાં લીધાં, બાદમાં આરોપીએ ધૂંબો મારી દીધો: ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો
સાંજ સમાચાર

રાજકોટ.તા.18
ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે નટ બોલ્ટની દુકાન ધરાવતા અને રાજકોટ તેમજ બહાર ગામના વેપારીઓને સામાન પૂરો પાડતા વેપારી પાસેથી 1.14 લાખનો માલ લઈ જઈ રાજકોટના શખ્સે પૈસા નહિ આપી છેતરપિંડી કરતા તેમની સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે, નાનામવા રોડ અંબિકા ટાઉનશીપ પાસે મારુતિ એપાર્ટમેન્ટની બાજુમાં શ્રીજી મકાનમાં રહેતા વિનોદભાઈ શામજીભાઈ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે પરેશ લીંબાસિયા (પ્રજાપતિ) નું નામ આપતા તેમની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની કલમ હેઠળ ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વધુમાં વિનોદભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અટીકા ફાટક પાસે ઢેબર રોડ કોર્નર પાસે પ્રભાત નટ બોલ્ટ નામની દુકાન ચલાવે છે. ગઈ તા. 17 માર્ચના સવારના સમયે પોતાની દુકાને હાજર હતા .

ત્યારે તેઓની દુકાનેથી બે ત્રણ વખત છૂટક માલની ખરીદી કરીને લઈ જનાર અને રોકડમાં વ્યવહાર કરતા પરેશભાઈ દુકાને આવ્યા હતા અને તે વખતે તેને જણાવ્યું કે,તમે ચલણમાં માલ આપો છો, તમને શનિવારે 22 માર્ચના રોજ જીએસટીની વિગતો આપીશું ત્યારે સાથે બિલ બનાવી આપજો અને એકસાથે બધા પૈસા આપી દઈશ.

ત્યારબાદ અલગ અલગ સમયે કુલ રૂપિયા 1.14 લાખનો માલ સામાન પરેશભાઈ લઈ ગયા હતા ત્યારબાદ તેઓને ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હોય અને દાતાર એન્ટરપ્રાઇઝ રેલનગરમાં તપાસ કરતા ત્યાં પરેશભાઈ નામની કોઈ વ્યક્તિ રહેતી ન હોય તેમજ રીક્ષા વાળાએ જ્યાં માલ ઉતાર્યો ત્યાં માલધારી ફાટકે ચામુંડા નટ બોલ્ટમાં તપાસ કરતા તેમના માલિક દિપકભાઈએ કહ્યું કે આ બધા માલના પૈસા પરેશભાઈને આપી દીધા છે. જેથી આ પરેશએ છેતરપિંડી કરતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj