રાજકોટ તા.18
રાજકોટ સહિતના રાજયના અનેક સેન્ટરોમાં ચામડી દઝાડતી ગરમીના દોરમાં હવે એક સપ્તાહ આંશિક રાહત રહેશે અને તા.25 એપ્રિલ સુધી તાપમાન 40.5 થી 43.5 ડીગ્રીની રેન્જમાં રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત આગાહીમાં સુચવાયા કરતા તાપમાન એકાદ ડીગ્રી નીચુ હતું છતાં નોર્મલ કરતાં 1 થી 3 ડીગ્રી વધુ હતું. રાજકોટમાં 42.9 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં 3 ડીગ્રી વધુ હતું.ભુજનું 41.4 ડીગ્રી તાપમાન પણ નોર્મલ કરતાં 3 ડીગ્રી વધુ હતું. આ સિવાય અમરેલી 42.5 તથા અમદાવાદ 41.8 ડીગ્રી નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું. ગાંધીનગરમાં 41 ડીગ્રી તથા ડીસામાં 40.2 ડીગ્રી હતા તે નોર્મલ કરતાં એક ડીગ્રી વધુ હતું.
તા.18 થી 25 એપ્રિલ સુધીની આગાહીમાં તેઓએ કહ્યું કે આ દરમ્યાન તાપમાનનો પારો 40.5 ની ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. મુખ્યત્વે તા.22 અને 23 મીએ પારો ઉંચો ઉપલી રેન્જમાં રહેશે. અને બાકીનાં દિવસોમાં નીચલી અથવા વચલી રેન્જમાં રહેવાની સંભાવના છે. હાલ નોર્મલ તાપમાન 39.5 ડીગ્રી છે.જે ડીસા તથા ભુજમાં 39 ડીગ્રી તથા અમરેલીમાં 40 ડીગ્રી છે.
આગાહીનાં સમયગાળામાં પવન મુખ્યત્વે પશ્ચિમ તથા ઉતર પશ્ચિમનાં ફુંકાશે. તા. 18 થી 20 પવનની ઝડપ 12 થી 25 કી.મી. જેટલી વધુ રહેશે.જયારે ઝાટકાના પવન 25 થી 35 કીમીના રહેશે. ત્યારબાદ પવનનુ જોર ઘટીને 8 થી 15 કીમીનું થશે. ઝાટકાનાં પવનની ઝડપ 15 થી 25 કીમી રહેશે. આકાશ સ્વચ્છ જ રહેશે. છતાં બે દિવસ કયારેક છુટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy