સ્વરાશિ કુંભમાં ન્યાયના દેવતા શનિ મહારાજનું ગોચર: ત્રણ રાશિના જાતકો સાડાસાતીની પકડમાં

Dharmik | 21 May, 2024 | 10:13 AM
કુંભ રાશિના જાતકોને કરીયરમાં આવતી અડચણો : મકર રાશિના જાતકોને વૈવાહિક જીવનમાં સમસ્યા : મીન રાશિના લોકોને સ્વાસ્થ્ય સહિત અનેક પરેશાનીઓ
સાંજ સમાચાર

શનિની સાડી સાતી પનોતીનું  નામ સાંભળતા જ લોકો પરેશાન થઇ જાય છે. કારણ જે રાશિઓ પર શનિની સાડી સાતી હોય છે તેમને ન માત્ર કરીયર અને બિઝનેસમાં નુકસાન સહન કરવું પડે છે. પરંતુ તેમની લવલાઇફમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

હાલમાં શનિ કુંભ રાશિમાં છે. ન્યાયના દેવતા તરીકે ઓળખાતો શનિ તા. 13 જાન્યુઆરી-23થી તેની પોતાની રાશિ કુંભમાં છે. શનિદેવ અહીં ર9મી માર્ચ-2025 સુધી બિરાજશે. હાલમાં ત્રણ રાશિમાં શનિની સાડા સાતી ચાલી રહી છે. શનિની સાડા સાતીથી બચવા તથા શનિને શાંત કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઇએ. ચાલો જાણીએ કઇ ત્રણ રાશિઓ શનિની સાડા સાતીથી પીડિત છે અને ખરેખર શનિની સાડા સાતી શું હોય છે ?

કુંભ રાશિની કારકીર્દીમાં આવી રહી છે બાધાઓ
હાલમાં શનિ કુંભ રાશિમાં છે. આ શનિની સ્વરાશિ છે. કુંભ રાશિમાં શનિના નકારાત્મક પ્રભાવથી કુંભ રાશિના જાતકોનો કરીયરમાં અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નોકરી કરતાં લોકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. જે લોકો પાસે નોકરી નથી તેઓ નવી નોકરી મેળવી શકતા નથી અને જેઓ નોકરી કરે છે તેઓ મહેનત કરવા છતાં પ્રગતિ કરી શકતા નથી. સાથે જ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ સતત નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધુ કુંભ રાશિના શનિની સાડા સાતીના પ્રભાવના કારણે થઇ રહ્યું છે. 

મકર રાશિના વૈવાહિક જીવનમાં અડચણો
મકર રાશિના જાતકો તેમના વૈવાહિક જીવનમાં સતત અવરોધોનો સામનો કરી રહ્યા છે. શનિની સાડા સાતીની અસરથી પતિ-પત્ની વચ્ચે સુમેળની સમસ્યા જોવા મળી રહી છે. શનિની સાડા સાતીનો એક નકારાત્મક પ્રભાવ એ પણ હોય છે કે વ્યકિત ખુબ ગુસ્સે થઇ જાય છે. અહંકારથી ભરાઇ જાય છે જે કારણથી શનિની સાડા સાતીથી પીડિત વ્યકિત વાતને સમજી શકતો નથી અને દરેક વાત પર ક્રોધ કરે છે. આ કારણથી લગ્ન જીવનમાં ગેરસમજ ઉભી થાય છે. પ્રેમ સંબંધોમાં સમસ્યા ઉભી થાય છે. મકર રાશિના જાતકોને તેમના કરીયરમાં કોઇ ખાસ સફળતા ન મળે.

મીન રાશિ માટે સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ
શનિની સાડા સાતીનો પ્રભાવ આ રાશિના જાતકોને બિઝનેસ, નોકરી, આવક, વૈવાહિક જીવનની સાથે સ્વાસ્થ્ય  પર પડે છે. હાલમાં મીન રાશિના લોકો શનિની સાડા સાતીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમજ સ્વાસ્થ્ય સંબંધીત અનેક સમસ્યાઓને સામનો કરી રહ્યા છે. શનિની સાડા સાતી કોઇપણ ગંભીર બીમારી અથવા લાંબી બીમારી પણ પીડા આપવાનું શરૂ કરી શકે છે આ રાશિના લોકો આ સમયે તેમની કારકીર્દીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નોકરીયાત વર્ગને અપેક્ષા મુજબની પ્રગતિ મળી રહી નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj