મોરબીમાં કારખાનેદારને 27 ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાંખવાની ધમકી

Local | Morbi | 17 April, 2024 | 01:22 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.17
મૂળ ખરેડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં આવેલા સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 202 માં રહેતા રમેશભાઈ તળશીભાઇ ડઢાણીયા જાતે પટેલ (49)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ ડાંગર રહે. કોયલી તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેને અલગ અલગ સમયે પૈસાની જરૂર હોવાથી તેને આરોપી પાસેથી આઠ લાખ રૂપિયા 27 ટકાના ઉંચા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ આરોપી દ્વારા ફરિયાદ પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. 

જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 384, 504, 506(2) તથા મનીલેન્ડર્સ એકટ- 2011 ની કલમ - 40, 42 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે.

એક બોટલ દારૂ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો અને તે સમયે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મહીપતભાઈ મનજીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (35) રહે. વાવડી રોડ ગણેશ નગર બાવળીયાપીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj