રૂપાલા વિવાદની લબકારા મારતી વિરોધની આગને ઠારવા પાટીલ આવતીકાલે જામનગરમાં

Gujarat, Saurashtra, Politics | Jamnagar | 11 April, 2024 | 12:49 PM
કોઇ જાહેર કાર્યક્રમ નહીં પરંતુ પાર્ટીના અપેક્ષિત આગેવાનો સાથે બેઠક કરશે : પૂર્વ રાજવીના નિવેદન બાદ સૂચક મુલાકાત
સાંજ સમાચાર

જામનગર તા.11:
એક તરફ લોકસભાની ગુજરાતમાં આવેલી 26 બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પડી રહ્યું છે ત્યારે રૂપાલાના વિવાદીત નિવેદન સામે રાજપુત સમાજ દ્વારા ભારે વિરોધ વંટોળ જોવા મળે છે. ગઇકાલે સતત બીજા દિવસે ભાજપ આયોજીત મોદી પરિવાર સભામાં હોબાળો મચ્યો હતો. આ સ્થિતિ વચ્ચે આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જો કે, તેઓ જાહેરસભા સંબોધનાર નથી પરંતુ પાર્ટીના આગેવાનો સાથે ખાસ બેઠક કરવા આવી રહ્યા છે.

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું ચૂંટણીપંચ દ્વારા આવતીકાલે પ્રસિદ્ધ થનાર છે. જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થશે અને ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે. તા.19ના રોજ ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખ છે. આમ ચૂંટણી હવે તદ્ન નજીક આવી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જાહેર પ્રચારની તિવ્રતા પણ ધીમે-ધીમે વધશે.

એક તરફ ચૈત્રી દનૈયા તપવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. ખાસ કરીને રૂપાલાના વિવાદીત નિવેદન સામે રાજપુત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લાના કેટલાક સ્થળોએ ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે અને રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી પ્રચારમાં વિક્ષેપ ઉભો કરવાની ઘટનાઓ બની છે.

આ સંજોગો વચ્ચે આવતીકાલે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ભાજપના હોદેદારો, આગેવાનો અને અપેક્ષીત સિનિયર કાર્યકર્તાઓ સાથે બેઠક યોજનાર હોવાનું જાણવા મળે છે. જામનગરના પૂર્વ રાજવીએ સોમ અને મંગળવારે આ મુદ્ે આપેલા નિવેદન બાદ પ્રદેશ ભાજપ પ્રમુખની જામનગરની આવતીકાલની મુલાકાતને ઘણી સૂચક માનવામાં આવે છે.

જો કે, આ અંગે ભાજપના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, ગઇકાલે જ જામનગર ભાજપને પ્રદેશ કાર્યાલયમાંથી આ અંગે સૂચના આપવામાં આવી હતી. જો કે, સી.આર.પાટીલનો કોઇ જાહેર કાર્યક્રમ નથી પરંતુ અપેક્ષિત આગેવાનો સાથે બેઠક કરનાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj