લેણી રકમ માટે મિલ્કત જપ્તીની અરજી થતાં જ રકમની ચૂકવણી

Crime | Rajkot | 17 May, 2024 | 04:31 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.17

બોક્સ પેકેઝીંગની રકમ વસુલવા માટે મિલ્કત જપ્તીની અરજી કરતાં પ્રતિવાદીઓએ તુરંત રકમની ચૂકવણી કરી દીધી હતી. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મેટોડા, જીઆઇડીસીમાં શ્રીરામ પેકેઝીંગના નામથી વાદી સંકેતભાઇ પટેલ પ્રોપરાઇટર દરજજે પેકેઝીંગનું મેન્યુફેક્ચર કરે છે. પ્રતિવાદીઓ ચંદ્રેશભાઇ મોલીયા તથા દિપકભાઇ મોલીયા બન્ને ભાઇ સનસાઇન ઇમ્પેક્ષના નામથી 3-સોમનાથ સોસાયટી, રૈયા ટેલીફોન એક્સચેંજ રોડ રાજકોટ ખાતે પાર્ટનર દરજ્જે એકસપોર્ટનો ધંધો કરતાં હોય જે માલ મોકલવા માટે વાદી પાસેથી બોક્સની ખરીદી કરેલી જે બોક્સના માલ પેટેની બાકી રહેતી રકમ રૂા.5,16,741 વાદીને પ્રતિવાદી પાસેથી લેવાની નીકળતી હતી.

આમ ઉપરોક્ત બાકી રકમ વારંવાર માંગવા છતાં પ્રતિવાદી ચુકવતા ન હોય. સંકેતભાઇ પટેલે વકીલ મારફત રાજકોટની સીવીલ કોર્ટમાં લેણી રકમનો દાવો દાખલ કરેલ હતો જે દાવાનો હુકમ થયા બાદ પણ રકમ ન ચુકવતા મિલ્કત જપ્ત કરી રકમ વસુલવા અંગેની અરજી કરેલી હતી. આમ પ્રતિવાદીઓને મિલ્કત જપ્તી અંગેની નોટીસ મોકલતા સનસાઇન ઇમ્પેક્ષના પાર્ટનરો ચંદ્રેશભાઇ મોલીયા, દિપકભાઇ મોલીયાએ ખર્ચ સહિતની રકમ ચુકવી દીધી. આ કેસમાં વાદી તરફે વકીલ અતુલ ફળદુ, અજય જાધવ, ચાર્મી પંડ્યા રોકાયેલ હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj