જુનાગઢ મનપા - સૌરાષ્ટ્રની પાલિકાઓમાં શાંતિપૂર્ણ મતદાન : કાલે જનતાનો ચૂકાદો

Saurashtra | Rajkot | 17 February, 2025 | 11:38 AM
સોરઠની મહાપાલિકામાં ઠંડુ વોટીંગ : સુધરાઇઓમાં સરેરાશ 59 ટકા મત પડયા : અમુક જિલ્લામાં ઇવીએમ બગડયા : ભારે ઉત્તેજના : અમુક જગ્યાએ ત્રિપાંખીયો જંગ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17

જુનાગઢ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થવા પામેલ હતું જેમાં સૌરાષ્ટ્રની 26 નગરપાલિકામાં 59.21 ટકા અને જુનાગઢ મહાનગરપાલિકામાં 44.32 ટકા નિરસ મતદાન થવા પામેલ હતું.

જુનાગઢ મહાનગરપાલિકાની ગત ચૂંટણીની સાપેક્ષમાં મતદાનની ટકાવારીમાં 5.36 ટકાનો ઘટાડો રહ્યો છે. આવતીકાલે તા.18ના મત ગણતરી થત જ જનતાનો ચુકાદો આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે મતદારોની નિરસતાના કારણે પાલિકાની ચૂંટણીમાં આ વખતે નિરૂત્સાહનો માહોલ છવાયેલો રહેવા પામેલ હતો.

જોકે મતદાન દરમિયાન મતદાન મથકો પર ઇવીએમ (વોટીંગ મશીન) બગડતા ચૂંટણી અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. મતદાન મથકો પર બગડેલા વોટીંગ મશીન તાબડતોબ બદલવામાં આવેલ હતા.

પાલિકાઓની ચૂંટણીમાં આ પૂર્વે વર્ષ 2013માં 66.96 ટકા સરેરાશ મતદાન થવા પામેલ હતું જોકે આ વખતે મતદાનની ટકાવારી ઘટીને 59.21 ટકા થવા જાય છે. સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસના  1848 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં કેદ થયા છે.

પાલિકાની આ ચૂંટણીમાં રસ્તા, પાણી, ગટર, સફાઇ, સ્ટ્રીટલાઇટ સહિતના પ્રશ્નો અધ્ધરતાલ જેમના તેમ લટકતા રહેતા મતદારોએ મતદાન કરવામાં નિરૂત્સાહ દાખવેલ હતા. જેમાં જસદણ પાલિકામાં 52.14 ટકા, જેતપુર પાલિકામાં 52.54, ધોરાજી પાલિકામાં 51.36 ટકા, ભાયાવદર પાલિકામાં 59.86 ટકા, ઉપલેટા પાલિકામાં 53.89 ટકા, હળવદ પાલિકામાં 63.61 ટકા, જામજોધપુર પાલિકામાં 58.12 ટકા, ધ્રોલ પાલિકામાં 68.05 ટકા, કાલાવડ પાલિકામાં 68.05 ટકા, સલાયા પાલિકામાં 52.10 ટકા, ભાણવડ પાલિકામાં 54.11 ટકા, દ્વારકા પાલિકામાં 46.61 ટકા, લાઠી પાલિકામાં 61.38 ટકા, જાફરાબાદ પાલિકામાં 68.96 ટકા, રાજુલા પાલિકામાં 55.40 ટકા, ચલાલા પાલિકામાં 58.11 ટકા, કુતિયાણા પાલિકામાં 59.83 ટકા, રાણાવાવ પાલિકામાં 50.19 ટકા, બાંટવા પાલિકામાં 59.36 ટકા, માણાવદર પાલિકામાં 56.20 ટકા, માંગરોળ પાલિકામાં 67.20 ટકા, વિસાવદર પાલિકામાં 65.50 ટકા, વંથલી પાલિકામાં 69 ટકા, ચોરવાડ પાલિકામાં 79.45 ટકા, કોડીનાર પાલિકામાં 61.36 ટકા અને વાંકાનેર પાલિકામાં 51.પર ટકા મતદાન થયાના અહેવાલો મળેલ છે. 

જામનગર જિલ્લો
જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 63 ટકા  જેટલું મતદાન થયું છે  સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ માં સંપૂર્ણ થઈ હતી. આ સાથે જ તાલુકા પંચાયત ની જામ વણથલી બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સરેરાશ  43.94 ટકા  મતદાન થયું હતું.

જામનગર જિલ્લાની પણ ત્રણ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અને  તાલુકા પંચાયત ની એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી. જામજોધપુર નગરપાલિકા ની સાત વોર્ડ ની 28  બેઠક માટે યોજાયેલી ચૂંટણી માં  મતદાન થયું હતું. સવારે સાત વાગ્યાથી ધીમી ગતિ એ મતદાન નો પ્રારંભ થયો હતો અને દર બે કલાકના અંતે ની વિગતો જોઈએ તો સવારે 9  વાગ્યા સુધીમાં 6.84 ટકા , 11 વાગ્યા સુધીમાં 20.53  ટકા, એક વાગ્યા સુધીમાં 33.06  ટકા, ત્રણ વાગ્યા સુધીમાં 46.24 ટકા , પાંચ વાગ્યા સુધીમાં 54.61 ટકા  અને સાંજે છ વાગે મતદાન પૂરું થયા સુધીમાં 58.12  ટકા જેટલું મતદાન થયું હતું.

ધ્રોલ નગરપાલિકાની સાત વોર્ડ ની  24 બેઠકો માટે  મતદાન થયું હતું. જેમાં પ્રથમ બે કલાક માં એટલે કે 9 વાગ્યાના અંતે 7.66 ટકા, 11  વાગ્યા સુધીમાં 21.17 ટકા,  1 વાગ્યા સુધીમાં 34.93 ટકા , ત્રણ વાગ્યા સુધીમાં 46.84 ટકા , પાંચ વાગ્યા સુધીમાં 61.47 ટકા  અને અંતે છ વાગ્યા સુધીમાં 68.05  ટકા મતદાન નોંધાયું હતું.

કાલાવડ નગરપાલિકાની 27 બેઠકો માટે  મતદાન થયું હતું જેમાં સવારે નવ વાગ્યા સુધીમાં 9.14 ટકા, 11  વાગ્યા સુધીમાં 23.19 ટકા , એક વાગ્યા સુધીમાં 37.74 ટકા , ત્રણ વાગ્યા સુધીમાં 47.32 ટકા પાંચ વાગ્યા સુધીમાં 59.11 ટકા  અને અંતે 6 વાગ્યા સુધીમાં 63.16 ટકા  ટકા મતદાન નોંધાયું છે.

આ ઉપરાંત જામનગર તાલુકા  પંચાયત ની જામવંથલી  ની બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં 43.95 ટકા મતદાન થયું છે. આમ સમગ્ર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને  શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તમામ ઈવીએમને  સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા છે અને હવે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ભાવનગર
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં ગઈકાલે મતદાનનો પ્રારંભ થતા સંબંધિત મતદાન મથકો ખાતે મતદારોએ મતદાન કર્યું હતું. ભાવનગર જિલ્લાના ગઇકાલે સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ છે. 

મતદાતાઓએ સાંજે 6 વાગ્યા સુધીમાં કરેલ મતદાન આશરે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 3 માં 33.51%, અને શિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 61.27 %, ગારીયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 56.77% તથા તળાજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 57.30% મતદાન થયું હતું. જ્યારે તળાજા તાલુકા પંચાયતના ઉંચડી ખાતે 27.86%, નવા-જુના રાજપરા ખાતે 17.15 %, ભાવનગર (ગ્રા) ના લાખણકા ખાતે 39.60%,  શિહોર તાલુકા પંચાયતના વળાવડ ખાતે 37.59% અને સોનગઢ ખાતે 36.48 %  મતદાતાઓએ પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. 

હળવદમાં 63.61 ટકા મતદાન
હળવદ નગરપાલિકાની  ચૂંટણીમાં 63.61 ટકા મતદાન થવા પામેલ છે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 7 વોર્ડ માટે 28 બેઠકો ઉપર કુલ 70 ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યું છે.

ભાજપના 28, કોંગ્રેસના 27, આપના 10 તેમજ બસપાના 5 આમ કુલ 70 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં હળવદ નગરપાલિકામાં અગાઉ ભાજપનું શાસન હતું આ વખતે કોણ નગરપાલિકાનુ સુકાન સંભાળશે તે આવતીકાલે તા. 18ના રોજ નક્કી થશે જોકે ગઇકાલે વહેલી સવારથી મતદાન મથક પર મતદારોએ લાંબી લાઈનો જોવા મળી હતી.

યુવાન મતદારો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારોમાં હળવદ પોલીસ દ્વારા પણ માનવિય અભિગમ બતાવ્યા છે અને દિવ્યાંગ અને અશક્ત મતદારોને ઊંચકીને મતદાન મથક પર લઈ જવામાં આવ્યા હતા.સંપૂર્ણ મતદાન દરમ્યાન ડીવાયએસપી ,પીઆઈ ,2 પીએસઆઈ સહિત કુલ 170 જેટલા કર્મચારી અને અધિકારીઓ જોડાયા હતા. કુલ 63.61 ટકા મતદાન થયું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj