ફેસબુકમાં બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર ભડલી અને આંબરડીના શખ્સની ધરપકડ

Crime | Rajkot | 15 April, 2024 | 04:17 PM
દિનેશ કલાપરાએ ફોટો ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો, પરવાનાવાળુ હથિયાર કડવા પાંચાણીનું હતું
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
 

સોશ્યલ મિડીયા ફેસબુક એકાઉન્ટમાં હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર શખ્સ તથા પરવાનેદાર સામે રાજકોટ રૂરલ એસઓજીએ કાયદેસર કાર્યવાહી કરી હતી.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય, જે ચૂંટણી શાંતિપૂર્ણ પસાર થાય તેવા હેતુસર ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા શખ્સો મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા શખ્સો તથા હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર હથિયાર સાથે સોશ્યલ મીડીયામાં ફોટોઓ અપલોડ કરતા શખ્સો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આવેલ હતી.
જેથી એસ.ઓ.જી.ની ટીમ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

દરમ્યાન સંયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે,વિંછીયા તાલુકાના ભડલી ગામના રહેવાશી દિનેશભાઇ કલાપરા પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે બારબોરના હથિયારથી ફોટોઓ પાડી પોતાના ફેસબુક આઇ-ડી માં ફોટોઓ અપલોડ કરેલ છે. તેમજ પરવાનેદાર કડવાભાઇ કાળાભાઇ પાંચાણીએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર બંધુક અન્ય લાયસન્સ વગરનાને ઉપયોગ કરવા આપતા બન્ને શખ્સ સામે આર્મ્સ એકટ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસ મથક ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આરોપી દિનેશ જેમા કલાપરા (ઉ.વ-36, રહે. ભડલી ગામની સીમ વાડીના રહેણાંક મકાને તા-વિંછીયા), કડવા કાળા પાંચાણી (ઉ.વ-70 રહે, આંબરડી ગામ તા.જસદણ)ની અટકાયત કરી હથિયાર કબ્જે લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.આરોપીઓએ પુછપરછમાં જણાવેલ કે બંન્ને આરોપી એક પરિચિતના લગ્ન પ્રસંગે ભેગાથયા હતા. ત્યાં ચાર વર્ષ પુર્વે આ ફોટો પાડયો હતો.

આ કામગીરી રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મિયાત્રા, એએસઆઈ જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરજંની, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિંહ જાડેજા, અમિતભાઇ કનેરીયા, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ ખાચર, ચીરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj