ભાડે મુકવાના બહાને વાહનો લઈ જૂનાગઢના વિજાપુરના શખ્સે બારોબાર ગિરવે મૂકી દીધા

Crime | Junagadh | 02 April, 2024 | 12:07 PM
સાંજ સમાચાર

રાજકોટ. તા.2
 

માસિક ભાડે માલ વાહલ વાહનો મુકવાનું કહીં જૂનાગઢના વિજાપુરના શખ્સે જેતપુરના ત્રણ અને બેડીના વાહન ધંધાર્થી પાસેથી માલવાહક વાહનો લઈ બારોબાર ગિરવે મૂકી છેતરપીંડી આચરતાં જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે જેતપુરમાં જીથુડી હનુમાન રોડ પર રહેતાં ગોપાલભાઈ કિશોરભાઈ વઘાસીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંજય પુના સોલંકી (રહે. વિજાપુર, જૂનાગઢ) નું નામ આપતાં જેતપુર પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ટ્રક ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને જેતપુરમાં વાહનનો ઘંઘો કરતા ધણા માણસો ઓળખે છે. સાતેક મહિના પહેલા તેમને બોલેરો મેક્સી ટ્રક લીઘેલ હતી. જે ગાડી છુટક ભાડે ચલાવતો હતો ત્યાર બાદ વાહન ભાડાનો ધંધો કરતા ઓળખીતા અશ્વિનભાઈ કુબાવતે  વાત કરેલ કે, તમારી બોલેરો ગાડી માસીક ભાડે આપવી છે ? વાત કરતાં તેમને હા પાડતાં સંજય સોલંકીનો કોન્ટેક કરાવેલ અને સંજયએ જણાવેલ કે, તમારી ગાડી બેનર બોર્ડની હેરાફેરી કરવા ઉપયોગ કરવાનો છે અને તમને માસીક રૂ.37 હજાર ભાડુ મળશે અને ડીઝલ-ડ્રાઇવર તમારો રહેશે તેમજ તા.10/01/2024 થી તા.10/07/2024 સુધી તમારી બોલેરો ગાડી ભાડા પટેથી રાખવાની અને  દર માસની 1 થી 5 તારીખ સુધીમાં ભાડુ ચૂકવી આપીશ અને તે બાબતે ભાડા કરાર કરી આપીશ તેમ વાત કરી હતી.

બાદમાં આરોપીએ ગઇ તા.19/01/2024 ના  ભાડા કરાર કરી આપેલ જેથી ભાડા કરાર મુજબ  સંજયને ગઇ તા.10/01/2024 ના ગાડી સોંપી આપેલ હતી. બાદમાં આરોપી પોતાની રીતે ગાડી ચલાવતા હતા અને તેને એક માસનુ કટકે કટકે ભાડુ આપેલ હતું. ત્યારબાદ તેમને ભાડુ આપેલ નહિ જેથી તેને અવાર-નવાર ફોન કરતાં વાયદા કરતા હતા અને વિસેક દિવસ પહેલા જાણ થયેલ કે, આરોપીની તબીયત નાદુસ્ત થતા તેને સારવારમાં સીવીલ હોસ્પીટલ જુનાગઢમાં દાખલ કરેલ છે. જેથી હોસ્પીટલે ગયેલ તો ત્યાં આરોપી દાખલ હતો અને ત્યાં હાજર વ્યક્તિએ કહેલ કે, મેં પણ મારી ગાડી સંજયને ભાડેથી આપેલ છે પરંતુ તેમને મારી ગાડી કોઇ બીજા વ્યક્તિ પાસે ગીરવે મુકી પૈસા લઇ લીઘેલ છે જેથી ફરિયાદીએ પોતાની ગાડી અંગે સંજયને પૂછતાં તેણે કહેલ કે, હું દેણામાં ડુબી ગયેલ છુ જેથી મે તમારી ગાડી ગીરવે મુકી રૂપીયા એક લાખ એંસી હજાર લઇ લીઘેલ છે મને થોડા દિવસનો સમય આપો મારી તબીયત સારી થયે હું તમારી ગાડી આપી દઇશ.

બાદમાં આરોપી દવાખાનેથી આવ્યા બાદ તેનો મોબાઇલ  ફોન બંઘ આવતો હતો અને જાણ થયેલ કે, જેતપુરના અસલમભાઇ કારાવતની ગાડી હોય જેને પણ આરોપીએ ભાડે ગાડી રાખવાની વાત કરી, ભાડા કરાર કરી આપી ગાડી લઇ ગયેલ હોય અને ગાડી ગીરવે રાખી પૈસા લઇ લીધેલ અને જેતપુરના વકાર નીજામુદીનભાઇ મુલતાનીની ગાડી પણ આરોપીએ ભાડે રાખવાની વાત કરી, ભાડા કરાર કરી આપી, ગાડી અન્ય જગ્યાએ ગીરવે રાખી પૈસા લઇ લીઘેલ તેમજ બેડીના રવી ઘેલાભાઈ હાડગરડાની ગાડી પણ આરોપીએ ભાડે ગાડી રાખવાની વાત કરી ગીરવે રાખી પૈસા લઇ લીધેલ અને છેતરપિંડી આચરી હતી. ઉપરાંત જેતપુરમાં ધણા લોકોના વાહનો ભાડે રાખવાની વાત કરી  વાહન લઇ ગીરવે રાખી પૈસા લઇ લીધેલ હોવાનુ સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

♦ જેતપુરના ત્રણ અને બેડીના વાહન ધંધાર્થી સાથે છેતરપીંડી: અન્ય ઘણાં લોકો પણ આરોપી સંજય સોલંકીનો ભોગ બન્યા હોવાની આશંકા: જેતપુર પોલીસ મથકે ગુનો નોંધાયો

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj