રૂપાલા જેવા લોકોને માફ ન કરાય : જયવીરસિંહજી

Local | Bhavnagar | 02 April, 2024 | 11:14 AM
અખંડ ભારત માટે દેશમાં સૌપ્રથમ રાજપાટ સમર્પિત કરનાર ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના વંશજ પણ વિરોધમાં જોડાયા : લડત યોગ્ય
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.2

 

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રીય રાજપુતોના ભવ્ય અને ગરીમાપુર્ણ ઇતિહાસને લજવતી પાયાવિહોણી વાતોનો બફાટ કર્યાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ક્ષત્રીય સમાજના આંદોલનમાં હવે ભાવનગરના યુવરાજ જયવીરસિંહજી ગોહીલ જોડાયા છે. 

તેમણે રોષ વ્યકત કરતા કહયું કે, રૂપાલા જેવા વ્યકિત દ્વારા આ કેવું નિવેદન કરવામાં આવ્યુ ? તેમને કદી માફ કરી ન શકાય. રોટી-બેટીના વ્યવહારોના મુદ્દે તેમણે જણાવ્યું કે, આ વાત માફીને યોગ્ય નથી. દેશની આઝાદીમાં રાજપુતોના બલીદાનોનો ભવ્ય ઇતિહાસ પડેલો છે. સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા રૂપાલા સામે જે રોષ વ્યકત થઇ રહયો છે તે યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે, યુવરાજ જયવીરસિંહજી ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ છે. તેમના પરદાદાએ અખંડ ભારતના નિર્માણમાં સમર્પિત થયેલા 500 થી વધુ રજવાડાઓમાં સૌ પ્રથમ પોતાના રાજપાટ સમર્પીત કરી વલ્લભભાઇ પટેલના અખંડ ભારતનું સપનું સાકાર કરવાની પહેલ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj