શું નેપાળ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે?

નેપાળમાં રાજાશાહીની વાપસી અને લોકશાહીને ખતમ કરવાની માંગ સાથે ફરી લોકો માર્ગ પર ઉતરી આવ્યા

World | 10 April, 2024 | 03:21 PM
કાઠમંડુના રસ્તાઓ પર દેખાવકારોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા પોલીસનો લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ કર્યો
સાંજ સમાચાર

કાઠમંડુ (નેપાળ),તા.10
 નેપાળમાં સમયાંતરે રાજાશાહીની વાપસીની અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ ઉઠતી રહી છે.હવે ફરી એકવાર આ માંગ ઉઠી છે.નેપાળમાં રાજાશાહીની પુન: બહાલી માટે ગઈકાલે મંગળવારે હજારો દેખાવકારો કાઠમંડુનાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. આ દરમ્યાન તેમની પોલીસ સાથે અથડામણ થઈ ગઈ હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.લાઠીચાર્જમાં અનેક દેખાવકારો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008 માં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રને સતા પરથી હટાવી દેવાયા હતા. તેમના સમર્થકોએ પીએમ અને અન્ય મુખ્ય સરકારી વિભાગોનાં કાર્યાલયો તરફ પહોંચવાની કોશીશ કરી હતી. આ દરમ્યાન રસ્તામાં લાગેલા બેરીકેડટસ તોડવાની કોશીશ થઈ હતી.

દેખાવકારોને ખાળવા માટે પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.જોકે કોઈ દેખાવકારોને ગંભીર ઈજાના ખબર નથી. જ્ઞાનેન્દ્રનાં મુખ્ય સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી તરફથી વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પ્રદર્શનકારીઓએ રાજાશાહી પાછી લાવો, લોકશાહીને ખતમ કરોના નારા લાગ્યા હતા.ભીડે એવા પણ નારા લગાવ્યા હતા કે અમે અમારા રાજા અને દેશને જીવથી પણ વધારે પ્રેમ કરીએ છીએ.

શા માટે લોકો રાજાશાહી પાછી ઈચ્છે છે?
પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર પાસે હાલમાં પણ કેટલુંક સમર્થન છે. પણ સતામાં વાપસીની સંભાવના ઓછી છે. રાજાશાહીનાં સમર્થક દેશના મુખ્ય રાજનીતિક દળો પર ભ્રષ્ટાચાર અને નિષ્ફળ શાસનનો આરોપ લગાવે છે. તેઓ કહે છે કે લોકો રાજનેતાઓથી ખુશ નથી. રાજાશાહી ખતમ થયા બાદ નેપાળમાં 13 સરકાર બની ચૂકી છે. આ સરકારો ભારત અને ચીન વચ્ચે ફસાયેલી રહે છે.

ઉલ્લેખનીય છે કે, 2007 માં અંતરીમ સંવિધાનમાં નેપાળને એક ધર્મ નિરપેક્ષ રાજય જાહેર કરાયું હતું. 2006 માં અનેક સપ્તાહ માર્ગો પર વિરોધ પ્રદર્શનનાં કારણે રાજા જ્ઞાનેન્દ્રએ પોતાનું શાસન સંસદને સોંપવા મજબુર બનવુ પડયુ હતું. ત્યારથી તે સામાન્ય નાગરીક તરીકે રહે છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj