રાજકોટ,તા.24
રાજકોટ સહિત રાજયમાં આજરોજ પણ શિતલહેરો સાથે તિવ્ર ઠંડી યથાવત રહેવા પામી હતી. અને નલિયા, રાજકોટ, ભુજ અને ગાંધીનગર ખાતે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો.ખાસ કરીને ગઈકાલ સાંજથી ફુંકાતા ઠંડા પવનો સવારે પણ યથાવત રહેતા સર્વત્ર ટાઢોડુ છવાઈ ગયું છે. દરમ્યાન આજરોજ સવારે નલિયા ખાતે 7.2 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 અને ભુજમાં 12.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 15.7, અમરેલીમાં 15.2, વડોદરામાં 15.8, દમણમાં 16.2, ડિસામાં 14.1, દિવમાં 16.5, દ્વારકામાં 16.3, કંડલામાં 14.2, પોરબંદર ખાતે 14.3, અને વેરાવળમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
આ ઉપરાંત ભાવનગરમાં ફરી ઠંડી વધી રહી છે. આજે શુક્રવારે શહેરનું લઘુતમ તાપમાન 15.6 ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
પવનની ઝડપ વધતા અને લઘુત્તમ તાપમાન નીચે આવતા ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.જયારે જામનગર શહેરમાં આજે બર્ફીલા પવન સાથે કોલ્ડવેવથી ઠડીનો ચમકારો અનુભવાયો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે 15.5 ડિગ્રી અને મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડા સાથે 26.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા રહ્યુ હતુ.
તો પવનની ગતિ વધીને પ્રતિકલાક 9.4 કિમિ રહી હતી.બર્ફીલા પવનના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ જતા લોકોએ તીવ્ર ઠડીનો અનુભવ કર્યો હતો.પવનની ગતિ વધતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy