હજારો ડોલર ચૂકવીને બનાવટી લુંટારા ઉભા કરીને નાટક કરાવ્યુ

અમેરિકાનાં ‘યૂ-વિઝા’ મેળવવા લુંટનું તરકટ રચ્યુ: ચાર ગુજરાતીઓ સામે ગુનો

India, Gujarat | 18 May, 2024 | 03:54 PM
ભીખા-નિલેષ-રજની અને રવિનાબેન પટેલ સામે કેસ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.18
અમેરિકામાં વસવાટ માટે ગુજરાતી સહિતના ભારતીયો નીતનવા નૂસ્ખા અજમાવતા હોવાના કિસ્સા બહાર આવતા જ રહે છે ત્યારે આવા જ એક કિસ્સામાં ચાર ગુજરાતીઓએ લુંટનો શિકાર બન્યાનુ તરકટ રચતા ભાંડો ફુટી ગયો હતો અને ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શિકાગો ફેડરલ કોર્ટ દ્વારા ચાર ગુજરાતી સહિત છ લોકોને ‘યૂ-વિઝા’ મેળવવા માટે લુંટનું તરકટ રચવા બદલ દોષિત કરાવ્યા હતા. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભીખાભાઈ પટેલ, નિલેષ પટેલ, રવિનાબેન પટેલ તથા રજનીકુમાર પટેલે પાર્થ નેગી તથા ગેંગ યંગ સાથે જ મળીને લુંટનું કાવતરુ ઘડયુ હતું.

તેઓ લુંટનો ભોગ બન્યાનું જણાવીને ‘યૂ-વિઝા’ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લુંટ જેવા ગુનાનો શિકાર બને અથવા માનસિક કે શારીરિક અત્યાચારનો ભંગ બને તે સરકારી એજન્સીઓને કોઈ કિસ્સામાં મદદ કરે તો તે તેવા કિસ્સામાં અમેરિકા દ્વારા યૂ-નોનઈમીગ્રેશન સ્ટેટસ ધરાવતા વિઝા આપવામાં આવતા હોય છે.

આ પ્રકારના યુ-વિઝા મેળવવા માટે ચારેય ગુજરાતીઓએ પાર્થ નેગી સાથે ષડયંત્ર રચ્યું હતું. લુંટના નાટક કરવા માટે પાર્થને હજારો ડોલર ચૂકવવામાં આવ્યા હતા. લુંટના તરકટ વખતે બનાવટી લુંટારાઓએ હથિયારો દેખાડયા હતા અને નકલી અસરગ્રસ્તો પાસેથી નાણાં અને ઘરેણા વગેરે આપી દેવા ધમકાવ્યા હતા.

આ ઘટના બાદ નકલી અસરગ્રસ્તોએ સ્થાનિક તંત્રમાં લુંટનો શિકાર બન્યાનું અને તપાસમાં સહકાર આપવાની બાંહેધરી આપતુ ફોર્મ ભર્યુ હતું. લોકલ તંત્ર પાસેથી સર્ટીફીકેટના આધારે અમેરિકી સીટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસ સમક્ષ યૂ-વિઝા મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેમાં ભાંડો ફુટી ગયો હતો.

અમેરિકી તંત્ર દ્વારા 26 વર્ષીય પાર્થ નેગી ઉપરાંત વોન્ગ યંગ (ઉ.વ.31), ભીખાભાઈ પટેલ (ઉ.વ.51), નિલેષ પટેલ (ઉ.વ.32), રવિનાબેન પટેલ (ઉ.વ.23) તથા રજનીકુમાર પટેલ (ઉ.વ.32) સામે વિઝા મેળવવા માટે કૌભાંડ આચર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રવિનાબેન પટેલ સામે અરજીમાં ખોટુ નિવેદનનો કેસ દાખલ કરાયો છે. જેમાં મહતમ પાંચ વર્ષની જેલ સજાની જોગવાઈ છે. અન્યો સામેના ગુનામાં 10 વર્ષની જેલ સજાની જોગવાઈ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj