વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ પર શેઠ બ્રધર્સના 150 સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ: 5 હજાર વૃક્ષો વાવ્યા

Local | Bhavnagar | 12 April, 2024 | 03:48 PM
અમેરિકા હોય કે લંડન-ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા ઈન્ડિયન સ્ટોર્સમાં જાણીતુ કાયમચૂર્ણ તો હાજર જ
સાંજ સમાચાર

ભાવનગર તા.12

 ગ્રીનસીટી દ્વારા વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ પર અગાઉ પાંચ હજાર વૃક્ષો વાવી માર્ગને હરીયાળો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ માર્ગને સંપૂર્ણપણે વૃક્ષોથી આચ્છાદિત કરવા હજુ વધુ 5000 જેટલા વૃક્ષો વાવવાનો નિર્ણય ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ભાવનગરની શેઠ બ્રધર્સ કંપની દ્વારા તમામ 150 સ્ટાફ પરિવારના હસ્તે 150 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોઈપણ કંપની દ્વારા તેના તમામ કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવાનું ગુજરાતમાં પ્રથમવાર બન્યું છે.

 આમાના મોટાભાગના સભ્યોએ તેમની જીંદગીમાં પ્રથમવાર વૃક્ષારોપણ કયુર્ં હતું. આ વૃક્ષારોપણ અંગે શેઠ બ્રધર્સના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આજે અમો બે રીતે ખુશ થયા છીએ, એક તો અમારા જેવા નાના માણસોના હસ્તે કંપની વૃક્ષારોપણ કરાવી રહી છે અને અમો સૌ પ્રથમ વખત જ વૃક્ષારોપણ કરી રહ્યા છીએ અને બીજી ખુશી એ કે અમો કાયમચૂર્ણ બનાવતી કંપની શેઠ બ્રધર્સના સ્થાપક તથા કાયમચૂર્ણના સંશોધક એવા રસિકભાઈ શેઠના નામના રોડ ઉપર જ વૃક્ષારોપણ કરી રહ્યા છે. અમો સૌ સ્ટાફ સભ્યોને એ વાતનો પણ ગર્વ છે કે અમારા દ્વારા ઉત્પાદન અને પેકીંગ થયેલું કાયમચૂર્ણ અમેરિકા હોય કે લંડન-ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા દરેક ઈન્ડિયન સ્ટોર્સમાં કાયમચૂર્ણ તો હાજર હોય જ. આ અમારા માટે ગર્વ અને ખુશીની વાત છે. ગ્રીનસીટીના સ્થાપક અને શેઠ બ્રધર્સના માલિકા એવા દેવેનભાઈ શેઠનું આ કાર્ય સમાજ માટે દાખલારૂપ બની રહેશે.

 આ તબકકે દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે કોઈપણ કંપનીની સફળતામાં તેમના સ્ટાફ પરિવારનો 50% ફાળો હોય છે. અમારી સફળતા પાછળ આ તમામ કર્મચારીઓનો ખૂબ જ મોટો ફાળો છે. અમારો તમામ સ્ટાફ મહેનતુ, વફાદાર, શિસ્તબધ્ધ અને તેમના કાર્યમાં કુશળ છે. અહીં માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ એક પરિવાર જેવો છે. દેવેનભાઈ શેઠએ તમામ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવા માટે તેઓ સૌનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા હવે અમારા સ્ટાફ પરિવારનો પણ ફાળો રહેશે. આ વૃક્ષારોપણ પ્રસંગે શેઠ બ્રધર્સના અશોકભાઈ શેઠ, કમલેશભાઈ શેઠ, વેદાંતભાઈ શેઠ, પ્રદિપભાઈ મહેતા તથા ગ્રીનસીટીના અચ્યુતભાઈ મહેતા, પીયુષભાઈ વ્યાસ સહિતના ગ્રીનસીટીના સભ્યો હાજર રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj