ચા-પાનની દુકાનો, પાણીપુરીની રેંકડીઓમાંથી પણ પ્લાસ્ટીક જપ્ત

Local | Rajkot | 18 May, 2024 | 03:50 PM
મનપાએ વધુ 60 આસામીઓ પાસેથી ઝબલા પકડી 14 હજારનો દંડ કર્યો
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
મનપા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારાને દંડવાની ચાલતી કાર્યવાહી વચ્ચે ખાણીપીણીના ધંધાર્થીઓ, ચા-પાનના ગલ્લા, નાસ્તાની દુકાનો, પાણીપુરીની રેંકડીઓ સહિતના સ્થળે ચેકીંગ ચાલુ છે. ગઇકાલે 60 આસામી પાસેથી સાડા છ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું હતું.

તંત્ર દ્વારા ત્રણેય ઝોનમાંથી કુલ 60 આસામીઓ પાસેથી 6.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ.13700નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના જંકશન પ્લોટ, જયુબીલી માર્કેટ રોડ પર 23 આસામીઓ પાસેથી 3.6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 5000નો વહીવટી ચાર્જ લેવાયો છે જયારે વેસ્ટ ઝોનના રાજનગર રોડ,વાવડી રોડ પરના 23  આસામીઓ પાસેથી 2.15 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 5600નો વહીવટી ચાર્જ વસુલાયો હતો.

ઈસ્ટ ઝોનના રામપાર્ક રોડ, કુવાડવા રોડ પરના 14 આસામીઓ પાસેથી પોણો કિલો પ્લાસ્ટીક પકડી ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 3100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. 

આ કામગીરી કમિશનર આનંદ પટેલની સુચનાથી પર્યાવરણ વિભાગ પૂરા શહેરમાં ચલાવી રહ્યો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj