નવી દિલ્હી :
આઈપીએલ 2025, 17 મેથી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 13 લીગ મેચો રમાવાની છે અને તેઓ નક્કી કરશે કે કઈ ચાર ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવશે.
અત્યાર સુધીના સમીકરણ પ્રમાણે દસમાંથી ત્રણ ટીમ રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
બે ટીમો ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) સૌથી મજબૂત સ્થિતિમાં છે. સાથે જ આગામી બે સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે આકરી સ્પર્ધા થશે.
જો કોઈ મોટો ઉલટફેર ન થાય, તો પછી ટિકિટ કન્ફર્મ છે
ગુજરાત વિ. આરસીબી
ગુજરાત 16 પોઇન્ટ સાથે ટોચનાં અને આરસીબી બીજા સ્થાને છે
♦ ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16 પોઇન્ટ સાથે ટોચનાં સ્થાને છે. ટીમે કુલ 11 મેચ રમી છે અને તેમાં આઠમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. શુબમન ગિલની કેપ્ટન્સી હેઠળની ગુજરાતે સતત છેલ્લી બે મેચમાં વિજય મેળવ્યો છે.
♦ આરસીબીએ પણ 11માંથી આઠ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે તેમનાં ગુજરાત જેવાં જ 16 પોઇન્ટ છે, પરંતુ નેટ રનરેટ ઓછો હોવાને કારણે તેઓ બીજા સ્થાને છે. આરસીબીએ સતત છેલ્લી ચાર મેચમાં જીત મેળવી છે.
તો મુશ્કેલી પડશે
ગુજરાત અને આરસીબીને ત્રણ-ત્રણ મેચ રમવાની છે. જો આ બંને ટીમો પોતાની ત્રણેય મેચ હારી જશે તો તેમનાં માટે પણ પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં બંને ટીમોએ પ્લેઓફ માટે એક મેચ જીતવી જરુરી છે.
આ પાંચ ટીમો માટે પણ સરળ રસ્તો નથી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy