રાજકોટ. તા.13
ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રૈયાધાર વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં ઝપાઝપી કરતા હોય અને એક શખ્સના હાથમાં છરી પણ હોય તેવો વિડીયો વાયરલ થયેલ હતો. વાયરલ થયેલા વીડિયોને લઈ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી ચારેય શખસોને ઝડપી લઇ તેમની સામે જાહેરમાં ભેગા થઇ સુલેહ શાંતિનો ભંગ કરવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જે રૈયાધાર પાસેના વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું જેમાં ચારેક જેટલા શખ્સો જાહેરમાં ઝપાઝપી કરતા હોય અને એક શખ્સના હાથમાં છરી પણ હતી. જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસમાં મથકના પી.એસ.આઇ વી.જી.ડોડીયાની રાહબરી હેઠળ એએસઆઈ જગમાલભાઇ ખટાણા, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને વનરાજભાઈ લાવડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ કરતા આ વિડીયો રૈયાધાર શાંતિનગર ગેટ પાસેનું હોવાનું માલુમ પડ્યું હતું.
બાદમાં પોલીસે વીડિયોમાં દેખાતા ચારેય શખસો કૌશલ ઉર્ફે કરણ નીતિનભાઈ મકવાણા(ઉ.વ 21 રહે. રૈયાધાર, રાણીમાં રૂડીમાં ચોક, ઇન્દિરાનગર),જયેશ ઉર્ફે જયુ ગોવિંદભાઈ સાંગડીયા (ઉ.વ 29 રહે. ભારતી નગર-2) રઘુ વિહાભાઇ સાંગડીયા (ઉ.વ 43 રહે. રૈયાધાર) તથા એક સગીર હોવાનું માલુમ પડતા પોલીસે ચારેય ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછતાછ કરતા સામાન્ય બોલાચાલી થયા બાદ જાહેરમાં ઝપાઝપી કરતા હોય.
જેમાં આરોપી કૌશલે છરી કાઢી હોય પોલીસે ચારેય શખ્સો સામે જાહેરમાં ઝઘડો કરી સુલેહ શાંતિ ભંગ કરી, બખેડો કરવા અંગેનો એએસઆઇ જગમાલભાઇ ખટાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy