કેશોદમાં સોનીની દુકાનમાં ગ્રાહકનાં સ્વાંગમાં પ્રવેશી ચોરી કરતી ત્રિપૂટીને પોલીસે દબોચી

Crime | Junagadh | 09 May, 2025 | 01:46 PM
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં 7 સ્થળે ચોરી કર્યાની વિગતો ખુલી : રૂા. 5.22 લાખનો મુદ્દામાલ જપ્ત : રિમાન્ડની તજવીજ
સાંજ સમાચાર

(પ્રકાશ દવે)
કેશોદ, તા. 9
કેશોદ પોલીસ ને માહિતી મળી હતી કે કેશોદના સોની બજારમાં શંકાસ્પદ હિલચાલ કરતાં ત્રણ ઈસમો રેકી કરી રહ્યાં છે વર્ણન મુજબના ત્રણ અજાણ્યા ઈસમો નજરે ચડતાં ત્રણેય ઈસમો ની પુછપરછ હાથ ધરવામાં આવતાં રાહુલભાઈ ભીમાભાઈ પરમાર ઉમર વર્ષ 22 રહેવાસી બડોદર રોડ પાતાળ કુવા પાસે કેશોદ, અરવિંદ ઉકાભાઈ વાઘેલા ઉમર વર્ષ 25 રહેવાસી ટાવરની પાસે વંથલી, વિપુલભાઈ નાજાભાઈ ડાભી ઉમર વર્ષ 32 રહેવાસી નાવડા સીતારામ નગર તાલુકો વંથલી ની તપાસ કરતાં સોનેરી કલરના ધાતુના દાગીના જેમાં વીટીં બુટ્ટી મોબાઈલ ફોન નાના મોટા સાંકળા મળી આવતાં આકરી પુછપરછ કરતાં સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં વિસ્તારમાં સોનીની દુકાનોમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

મેંદરડા ખાતે 24 જોડી સાંકળા ની ચોરી, કેશોદમાં બે સોનાની વીંટીની ચોરી હતી  તેમજ કેશોદમાં એક સોનાની વીંટીની ચોરી, જામનગર ખાતે નાની મોટી બુટ્ટી જોડી નંગ-6 ની ચોરી, પોરબંદર ખાતે કાગળના વેપારીનું 45,000/- રૂપિયા ભરેલું પર્સ ચોરી કરી હતી, રાજકોટ ખાતે અનાજના વેપારી ના સ્કૂલ બેગમાંથી રૂપિયા 1,00,000/- ની ચોરી અને માળીયા હાટીના ખાતે સોનીની દુકાનમાં થી બે સોનાની વીંટી, એક નાની બુટ્ટી જોડી, નાના દાણા, નાની કડી તથા સોનાના દોરાના ટુકડા, સોનાનો ભુક્કો ભરેલ પર્સની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. 

કેશોદ પોલીસે કુલ રૂપિયા 5,22,500 નો મુદામાલ કબજે કરી જુદાં જુદાં સાત અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરી સરાહનીય કામગીરી કરી છે. 
કેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરવાની ટોળકીના ત્રણ ઈસમો ને ઝડપી પાડેલા છે તેઓ ગ્રાહકના સ્વાગંમાં દુકાનમાં જઈ વસ્તુઓ જોવા માંગતા અને એક શખ્સ વેપારીને વાતોમાં મશગુલ કરે તો અન્ય શખ્સ નજર ચુકવી ખાનામાંથી દાગીના પર્સ સેરવી લઈ નાસી ચોરીને અંજામ આપતાં હતાં. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj