(ગની કુંભાર) ભચાઉ,તા.28
અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં પોલીસે એક શખ્સે કરેલ બિનઅધિકૃત બાંધકામ તોડી પડાવ્યું હતું. પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ઝુંબેશ પોલીસે જારી રાખી છે.
પૂર્વ કચ્છમાં પોલીસે 1900 જેટલા શખ્સોની યાદી તૈયાર કરી હતી તે પૈકી અમુકના વીજ જોડાણ કપાવી નાખી તેમને વિજદંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ અમુક શખ્સોના બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. દરમ્યાન અમુક લોકો કોર્ટમાં ગયા હતા. અને જ્યાં સુનાવણી બાદ અમુક તત્ત્વોને ફરીથી નોટિસ આપ્યા બાદ તેમના દબાણો દૂર કરાયા હતા. અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં રહેતા અનવર ઉર્ફે અનુડો આદમ કકલ વિરુદ્ધ દારૂ તથા શરીર સંબંધી કુલ છ ગુના નોંધાયેલા છે.
આ શખ્સને અગાઉ નોટિસ બાદ તે કોર્ટમાં ગયો હતો. જ્યાં સુનાવણી બાદ ફરીથી તેને નોટિસ આપી આજે આ શખ્સે કરેલ પંચાયતની જમીન પરના બિનઅધિકૃત દબાણ, બાંધકામ પોલીસે દૂર કરાવ્યા હતા. પૂર્વ કચ્છમાં આ કામગીરી હાલમાં ઢીલી પડતી હોવાનું જણાય છે ત્યારે આ કામગીરીમાં ફરીથી વેગ પકડાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy