ગાંધીધામ-અંજાર હાઈવે પર

છળકપટથી મેળવેલ સોયાતેલના જથ્થા સાથે એક ઈસમને ઝડપતી પોલીસ

Local | Kutch | 02 April, 2024 | 11:18 AM
સાંજ સમાચાર

ભચાઉ,તા.2
 

આગામી લોકસભા ચૂંટણી-2024 અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા જિલ્લામાં ચોરી કે છળકપટથી મેળવેલ ગે.કા.મુદ્દામાલ શોધી કાઢવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમ ગાંધીધામ-અંજાર હાઈવે રોડ ઉપર  પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,ગળપાદર હાઈવે રોડ આર્મી કેમ્પની સામેના ભાગે સર્વિસરોડ પર શંભુભાઈ કરશનભાઈ ડાંગર રહે.ગળપાદર ગાંધીધામ વાળાએ પોતાના કબ્જા ભોગવટાની હ્યુન્ડાઈ કંપનીની 1-10 કારની ડેડીમાં સોયાતેલ રાખેલ હોય જેની તપાસ કરતા 20 લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટીકના 04 કેરબાઓમાં 80 લીટર સોયાતેલ કિ.રૂ।400/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ જે મુદ્દામાલ અંગે બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવી કામે ઉપયોગમાં લીધેલ 1-10 કાર જેની કિ.રૂ।,00,000/-આમ કુલ કિ.રૂ।,06,400/- મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે કરી મજકુર ઈસમોને સીઆરપીસી 41 (1) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ.ડીવીઝન પો.સ્ટે.ને સોંપેલ છે. શંભુભાઈ કરશનભાઈ ડાંગર (ઉ.વ.38 રહે.નાગેશ્ર્વર સોસાયટી ગળપાદર તા.ગાંધીધામ)ની અટકાયત કરાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj