મોરબીમાંથી ગુમ થયેલ યુવાનને શોધવા માટે લોકોની મદદ માંગતી પોલીસ

Local | Morbi | 17 April, 2024 | 02:04 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.17
 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુમશુદા ફરિયાદ નોંધાયેલ છે જેમાં ચીમનભાઇ માધાભાઇ શીયાળ જાતે કોળી (45) હાલ રહે. રાજપર ગામની સીમ, ગાયત્રી ફાર્મ હાઉસમાં તાલુકો મોરબી મૂળ રહે મહુવા, જનતા પ્લોટ, નાના લાડાણીની હોસ્પીટલ બાજુમાં, તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળા તા 5/3/2024 ના કલાક-19/30 વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયા છે. 

જેઓ શરીરે મધ્યમ બાંધાના, વાને ઘઉં વર્ણના તેમની ઉંમર આશરે પાંચકે ફુટ જેમના એક હાથ ઉપર ગુજરાતીમાં ‘દેવાભાઇ’ તથા બીજા હાથ ઉપર ગુજરાતીમાં ‘સોનલ’ ત્રોફાવેલ છે. જેઓ ગાયત્રી ફાર્મ હાઉસથી નીકળેલ ત્યારે શરીરે કાળા કલરનું સ્વેટર તથા ભુખરા ખાખી કલરનું પેન્ટ પહેરેલ તથા હાથમાં કાળા કલરનું નાનું પ્લાસ્ટીકનુ ઝબલુ લઇને ગયા છે. વ્યક્તિની કોઈને પણ જાણકારી મળે તો તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એએસઆઇ એસ.વી.સોલંકીના મો.79902 48482 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નં-02822-242592 પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj