અમદાવાદ, તા.4
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ તેમના તાજેતરના આદેશમાંએક આદેશમાં ટિપ્પણી કરી છે કે પોલીસ ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામેના કથિત ગુનાઓની તપાસ કોઈપણ ડર અને તરફેણ વિના અને અત્યંત નિષ્પક્ષ રીતે તપાસ કરશે જેથી સત્ય સપાટી પર સામે આવી શકે. પોલીસે પરમાર સામે એક મહિલા દ્વારા બળાત્કારના આરોપ માટે FIR દાખલ કર્યા પછી ઇંઈ એ તેના ગત 23 ઓક્ટોબરના આદેશમાં ટિપ્પણી કરી હતી.
અદાલતે જણાવ્યું જતી કે અરજદારની ફરિયાદ આ તબક્કે સંતુષ્ટ થઈ હોય તેવું લાગે છે અને તેથી, આ અદાલત આ કેસમાં વધુ તપાસ કરવાનું પસંદ કરશે નહીં અને તે મુજબ નિકાલ કરવા લાયક છે, તેમ છતાં, આશા અને અપેક્ષા સાથે નિકાલ કરવામાં આવે છે કે તપાસ એજન્સી કથિત ગુનાઓની તપાસ કોઈપણ ભય અને તરફેણ વિના અને અત્યંત નિષ્પક્ષ રીતે કરશે જેથી સત્ય સપાટી પર લાવી શકાય.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે એ કહેવાની જરૂર નથી કે તપાસ એજન્સી એ આ કેસમાં ફરિયાદ થઈ તે અગાઉ કરાયેલી તપાસથી પ્રભાવિત થયા વિના ગુનાની તપાસ કરે તેવી અપેક્ષા છે કારણ કે કાયદાની નજરમાં તે તપાસની કોઈ કાનૂની મહત્તા નથી. અગાઉ એફઆઈઆર દાખલ કરવાને બદલે મહિલાના ચારિત્ર્ય અંગે તપાસ હાથ ધરવા માટે કોર્ટ દ્વારા સખત ટિપ્પણી કર્યા બાદ રાજ્ય સરકાર પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય દ્વારા કથિત રીતે મહિલા પર બળાત્કાર કરવા બદલ FIR દાખલ કરવા સંમત થઈ હતી.
કેસની વિગતો મુજબ, મહિલાએ 17 ફેબ્રુઆરી, 2021 ના રોજ ડીજીપી અને ગાંધીનગર પોલીસને એક અરજી દાખલ કરી હતી, જેથી ધારાસભ્ય વિરુદ્ધ લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર કરવા બદલ FIR દાખલ કરવામાં આવે. જોકે, પોલીસે FIR દાખલ કરવાને બદલે તેના અંગત જીવનની તપાસ કરી.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ ધારાસભ્ય સાથે સમાધાન કર્યું હતું અને પછીથી એફઆઈઆર દાખલ કરવા માટે ફરીથી અરજી કરી હતી. સાડા ત્રણ વર્ષ પછી પણ ધારાસભ્ય સામે એફઆઈઆર નોંધાઈ નથી. ત્યારબાદ મહિલાઓએ એફઆઈઆર નોંધાવવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy