રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા કોંગ્રેસનાં નિર્ણયથી રાજકોટ-અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો

Politics | Amreli | 10 April, 2024 | 02:33 PM
રાજકોટ કોંગ્રેસનાં આગેવાનો પરેશ ધાનાણીને મનાવવા અમરેલી દોડ્યા: આખરે ધાનાણીએ ચૂંટણી લડવા મન મનાવ્યું
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.10
 

રાજકોટ લોકસભાની બેઠકમાં ભાજપ દ્વારા અમરેલીના પરશોતમભાઈ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી મેદાનમાં ઉતરશે તેવી ચર્ચાએ જાગી હતી. પરંતુ પરેશ ધાનાણીએ પોતાના અંગત પ્રશ્નને લઈ લોકસભા બેઠક લડવા માટે અગાઉ નનૈયા ભણ્યો હતો. પરંતુ ગઈકાલે રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ અમરેલી ખાતે પરેશ ધાનાણીના નિવાસ સ્થાને બેઠક કરી પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે સમજાવતા આખરે પરેશ ધાનાણીએ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે હવે મન મનાવ્યાનું જાણવા મળેલ છે.

આ અંગે પરેશ ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અહંકારી ભાજપના ભીષ્મપિતામહ અને ગુરૂ દ્રોણ હાલ મૌન ધારણ કરીને બેઠાં છે. ત્યારે પરેશ ધાનાણીએઆવા ભાજપના ગુરૂ દ્રોણ અને ભીષ્મપિતામહને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આજે પંદર દિવસથી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર બદલવા માંગ થઈ રહી છે ત્યારે હવે ભાજપના ગુરૂ દ્રોણ અને ભીષ્મ પિતામહને જણાવેલ છે કે, હવે મેન તોડો નહિતર નવીન મહાભારતના મંડાણ થશે અને એક કોંગેસના કાર્યકર્તા તરીકે રણભૂમિમાં ઉતારવા આદેશ થશે તો પોતે પાછી પાની નહીં કરે તેમ અંતમાં જણાવ્યું હતું.

પરેશ ધાનાણીએ પરશોતમભાઈ રૂપાલાનું નામ લીધા વિના જણાવેલ કે સ્વૈચ્છીક રીતે રાજકોટનું રણ મેદાન છોડી દેવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું. ત્યારે રાજકોટના કોંગી આગેવાન લલિત કથગરાએ પરેશ ધાનાણી રાજકોટ ચૂંટણી લડવાના છે તેવું સૂચક નિવેદન આપ્યું હતું.

રાજકોટના કોંગી આગેવાન લલિત કથગરાએ એવું પણ જણાવ્યું હતું કે, જો ભાજપ પરશોત્તમ રૂપાલાની ટીકીટ કેન્સલ કરશે તો અમે રાજકોટ બેઠક ઉપરથી ધાનાણીને લડવા મજબૂર નહિ કરીએ તેમ અંતમાં જણાવ્યું હતું.

ગઈકાલે અમરેલી ખાતે પરેશ ધાનાણીના નિવાસ સ્થાને મળેલ બેઠકમાં રાજકોટ શહેર, ગ્રામ્ય, જસદણ, વીંછિયા, ટંકારા, લોધીકા સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ત્યારે હવે કોંગ્રેસ મોવડી મંડળ રાજકોટના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી માટે મહોર મારે તે માટે વાત ઉપરભાર મૂકવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj