સોમવારે પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન, સાંજથી જાહેર પ્રચાર શાંત

India, Politics, Lok Sabha Election 2024 | 18 May, 2024 | 03:28 PM
રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, ઓમર અબ્દુલ્લાહ, રાજનાથ સિંહ, પિયુષ ગોયલ સહિતના ભાવિ નક્કી થશે : યુપી, મહારાષ્ટ્ર, બંગાળ ઉપરાંત અન્ય 5 રાજ્યોમાં કુલ 695 ઉમેદવારો મેદાનમાં
સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયાના ચાર તબક્કા પૂર્ણ થયા છે. પાંચમા રાઉન્ડ માટે ચૂંટણી પ્રચાર આજે સમાપ્ત થશે. આ તબક્કા માટે 20 મેના રોજ સોમવારે મતદાન છે. આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે.

આ રાજ્યોમાંથી 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પાંચમા તબક્કા માટે સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 14 છે. જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા સહિત ઘણા ઉચ્ચ-પ્રોફાઈલ ચહેરાઓનો સમાવેશ થાય છે.

પાંચમા તબક્કાની ચર્ચામાં આવેલી બેઠકો / ઉમેદવારો  
રાજનાથ સિંહઃ ઉત્તર પ્રદેશની લખનૌ લોકસભા સીટ આ ચૂંટણીમાં લોકપ્રિય સીટ બની રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બીજેપીમાંથી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. સપાએ બીજેપી નેતા સામે રવિદાસ મેહરોત્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મંત્રી રહી ચૂકેલા મેહરોત્રા હાલમાં લખનૌ સેન્ટ્રલ એસેમ્બલી સીટ પરથી સપાના ધારાસભ્ય છે. બસપાએ લખનૌમાં સરવર મલિકને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજનાથ સિંહે આ સીટ જીતી હતી. 2019માં લખનૌ સીટ પર 54.78% મતદાન નોંધાયું હતું. 

► રાહુલ ગાંધી: રાયબરેલી લોકસભા બેઠક ઉત્તર પ્રદેશની સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે. રાજ્યની આ એકમાત્ર બેઠક છે જ્યાં 2019માં કોંગ્રેસ જીતી હતી. ત્યારે સોનિયા ગાંધી અહીંથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. સોનિયા હવે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અહીં દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. MLC દિનેશ પ્રતાપ હાલમાં યોગી સરકારમાં મંત્રી છે. 2019માં કોંગ્રેસના સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પર ભાજપના દિનેશ પ્રતાપને હરાવ્યા હતા. ગત ચૂંટણીમાં અહીં 54.08% મતદાન થયું હતું. 

► સ્મૃતિ ઈરાનીઃ  કેન્દ્રીય મંત્રી અને અમેઠીના વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના કેએલ શર્માને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા. બસપાએ અહીં નન્હે સિંહ ચૌહાણને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. 2019માં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં 54.08% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

ચિરાગ પાસવાન: બિહારની હાજીપુર લોકસભા બેઠક આ ચૂંટણીની લોકપ્રિય બેઠકોમાંથી એક છે. અહીંથી LJP (R) ના ચિરાગ પાસવાન NDA તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આરજેડીએ હાજીપુર સીટ પર શિવચંદ્ર રામને ટિકિટ આપી છે. શિવચંદ્ર બિહાર સરકારમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એલજેપીના પશુપતિ પારસે હાજીપુર સીટ પરથી જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં અહીં 55.26% મતદાન થયું હતું. 

ઓમર અબ્દુલ્લાઃ કાશ્મીરની ખીણમાં પહાડો પર બરફ પડી રહ્યો હોવા છતાં અહીં રાજકીય તાપમાન ગરમ છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કાશ્મીરની બારામુલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે આ સીટ ખાસ બની ગઈ છે. ઓમરનો સામનો મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના ફૈયાઝ અહેમદ સામે છે. ગત ચૂંટણીમાં આ બેઠક નેશનલ કોન્ફરન્સના અકબર લોને જીતી હતી. 2019ની ચૂંટણીમાં અહીં 34.6% મતદાન નોંધાયું હતું

મોદી સરકારના 9 મંત્રીઓનો પાંચમા તબક્કાના મતદાનમાં સમાવેશ :
મુંબઈ ઉત્તર થી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, મહાનલા લગંજ થી આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર,  લખનૌ થી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અમેઠી થી મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, ફતેહપુર થી ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ, કોડારમાં શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, ભિવંડી થી પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ પાટીલ, બાણગાંવ થી બંદરો, શિપિંગ અને જળમાર્ગોના રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર 

ક્યાં રાજ્યોમાં મતદાન 
♦ ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો

♦ મહારાષ્ટ્રમાં 13 બેઠકો

♦ પશ્ચિમ બંગાળમાં 7 બેઠકો

♦ બિહારમાં 5 બેઠકો

♦ ઓડિશામાં 5 બેઠકો

♦ ઝારખંડમાં 3 બેઠકો

♦ જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક

♦ લદ્દાખમાં 1 બેઠક

સહિત કુલ 49 બેઠકો પર મતદાન

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj