કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર સહિતના નેતાઓને સાથે રાખી આવતીકાલે પૂનમ માડમ નોંધાવશે ઉમેદવારી

Saurashtra | Jamnagar | 17 April, 2024 | 03:15 PM
સાંજ સમાચાર

જામનગર તા.17

આગામી લોકસભા ચૂંટણી અન્વયે 12 જામનગર દેવભૂમિ લોકસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ નામાંકન પત્ર ભરવા અન્વયે "વિજય સંકલ્પ સંમેલન તથા રેલી" નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 18-04-2024, સાંજે 4 વાગ્યે, ઓસ્વાલ સેન્ટર, સાત રસ્તા, જામનગર ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. 

આ તબક્કે 12 લોકસભા (જામનગર - દેવભૂમિ દ્વારકા) સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થનમાં યોજાનારના સંમેલન માં કેન્દ્રીય, પ્રદેશ, અને સ્થાનિક નેતૃત્વ ના નેતાઓ અગ્રણીઓ,   કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ રાજ્યગૃહમંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ ઝાફડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ - ક્લસ્ટર પ્રભારી આર.સી.ફળદુ,  પૂર્વ કેબિનેટ મંત્રી - ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી સહિતના આગેવાનો હાજર રહેશે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj