રાજકોટ,તા.24
ઉત્તર પશ્ર્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે બદલાયેલ રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-ડેગાના જંકશન-સાદુલપુર જંકશન-રેવાડી જંકશન થઈને ચાલશે.
નોંધનીય છે કે, મુસાફરોની સુવિધા માટે રૂટ ફેરફાર દરમિયાન, 01 ફેબ્રુઆરી 2025 ના રોજ ચાલતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને પાલી મારવાડ઼, જોધપુર જંક્શન, મેડ઼તા રોડ જંક્શન, ડેગાના જંક્શન, લાડનૂ, રતનગઢ જંકશન, ચુરૂ જંકશન, સાદુલપુર જંકશન અને લોહારૂ જંકશન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝન.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy