પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનના સમય અને ટર્મિનલમાં ફેરફાર કરાયો

Saurashtra | Rajkot | 17 May, 2024 | 11:50 AM
ટર્મિનલને અસ્થાયી રૂપે મુંબઈ સેન્ટ્રલથી દાદર ખસેડાયુ
સાંજ સમાચાર

રાજકોટ તા.17
પોરબંદર યાર્ડ ખાતે પીટ લાઈન બ્લોકની પુર્ણાહુતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં.19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસના ઉદ્વતા/ટર્મિનેટિંગ સ્ટેશનને મુંબઈ સેન્ટ્રલની બદલે દાદર સ્ટેશન કરવામાં આવી રહ્યું છે

આગળની સૂચના ન મળે ત્યાં સુધી ટર્મિનલને અસ્થાયી રૂપે મુંબઈ સેન્ટ્રલથી દાદર ખસેડવામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં ફેરફારને કારણે ટ્રેનના સમયમાં પણ પરિવર્તન કરવામાં આવ્યો છે.

ટ્રેન નં. 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ દાદર ખાતે 19.20 કલાકે ટર્મિનેટ એટલે કે સમાપ્ત થશે. આ ફેરફાર 20 મે, 2024થી લાગુ થશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj