વેરાવળ બાદ પોરબંદર: અફઘાનથી આવતું 2000 કરોડનું ડ્રગ્સ પકડાયું

Gujarat, Saurashtra, Crime | Rajkot | 28 February, 2024 | 11:22 AM
♦ સૌરાષ્ટ્રના સાગરકાંઠે એનસીબી અને એટીએસનું વધુ એક મોટું ઓપરેશન: બોટમાંથી 3100 કિલો માલ પકડાયો
સાંજ સમાચાર

♦ પાંચ પેડલરની પોરબંદરમાં ઉંડી પૂછપરછ: નશીલો પદાર્થ ‘હશીશ’ હોવાની અને શ્રીલંકા જતો હોવાની શકયતા: સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક

 

રાજકોટ,તા.28
ગીર સોમનાથ દરિયાકાંઠેથી થોડા દિવસો પહેલા જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ ગઈકાલે મોડી સાંજે વધુ એક સફળ ઓપરેશન ગુજરાત એટીએસ અને એનસીબીએ પાર પાડયું છે. જેમાં રૂા.બે હજાર કરોડની કિંમતના મનાતા 3100 કિલો ડ્રગ્સ સાથે બોટ પકડાતા પાંચ પેડલરને પોરબંદર લાવીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

અગાઉ વેરાવળના કાંઠેથી પકડાયેલું ડ્રગ્સ ઓમાનથી ભરાયું હતું તો ગઈકાલે પોરબંદર નજીકથી પકડાયેલા માલ અફઘાનિસ્તાનથી લોડ થયાનું બહાર આવી રહ્યું છે. આ ‘હશીશ’નો જથ્થો શ્રીલંકા તરફ જતો હોવાનું પણ એજન્સીઓના ધ્યાન પર આવ્યું છે.

ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધાને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં ગઈકાલે ચોકકસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસ, નેવી અને એનસીબીના સંયુકત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુકત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ સંયુકત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3100 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાની વિગતો છે. જેની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી. જેની તલાસી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઈરાની બોટની તલાસી લેવામાં આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા. ભારતીય દરિયાઈ સીમા પર ગત મોડી સાંજે દિલ્હી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો, ગુજરાત એટીએસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3100 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડયું છે. ઈરાનથી આવતી બોટમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતી એટીએસના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું.

ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું હતું તેવી ઈનપુટ સેન્ટર એજન્સી પાસે હતી. નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસની મદદથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. દરિયાઈ સીમામાં ઈરાનની બોટમાં 3100 કિલો હસીસ અને ચરસ હોવાનું માલુમ પડી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હસીસ અને ચરસ હોવાનું માલુમ પડી રહ્યું છે.

ઈરાની બોટમાં ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચેય પેડલરોને સુરક્ષા એજન્સીઓ દ્વારા ગત મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા હતા. બોટ અને ડ્રગ્સ સાથે પોરબંદર લાવવામાં આવેલા હાલ તમામ પેડલરોને ગુપ્ત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

હજુ પાંચ દિવસ અગાઉ જ વેરાવળ બંદરેથી 350 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઈનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો. આ સાથે 9 ખલાસીઓની ધરપકડ પણ કરાઈ છે. એક કિલો હેરોઈનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે. જેથી 50 કિલો હેરોઈનની કુલ કિંમત 350 કરોડ જેટલી ગણાવાઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj